રીઝર્વ બેંકનું અભૂતપૂર્વ પગલું વ્યાજદરમાં ૦.૭પ ટકાનો ઘટાડો કર્યો

0

 

રેપોરેટ ૪.૪ ટકા જયારે સીઆરઆર ૧ ટકા ઘટાડીને ૩ ટકા કરાયો ઃ લોન સસ્તી થશે ઃ હપ્તામાં ભરવામાં ત્રણ મહિનાની છૂટ મળશે

(મુંબઈ બ્યુરો) મુંબઈ તા. ર૭
દેશમાં કોરોના સામેના આર્થિક યુદ્ધમાં રિઝર્વ બેન્કે પ્રથમ મહત્વનું પગલું ભરતા આજે રેપોરેટમાં ૭૫ બેઝીક પોઈન્ટનો મોટો ઘટાડો કરીને રેપોરેટ ૪.૪%ની નવી નીચી સપાટીએ લાવી દીધો છે. જેને કારણે દેશના બેન્કીંગ ક્ષેત્રમાં રૂ.૩.૭૫ લાખ કરોડની કેશ – નવી રકમ ઉમેરાવાની ધારણા છે.
રિઝર્વ બેન્કના ગવર્નર શશીકાંત દાસે આજે તાત્કાલીક બોલાવેલી પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. દાસે કહ્યું કે રિઝર્વ બેન્કની મોનીટરીંગ કમીટીની બેઠક તેના શેડયુલ કરતા વહેલી બોલાવવામાં આવી હતી અને તેઓ કોરોનાને કારણે લોકડાઉન સહિતની જે અભૂતપૂર્વ પરિસ્થિતિ ઉભી થઈ છે. તેના અર્થતંત્ર ઉપરના પ્રત્યાઘાતો ઉપર વિચારણા કરવામાં આવી હતી અને ઉદ્યોગથી લઈને નાના લોનધારકોને રાહત આપવા માટે રેપોરેટમાં ઘટાડો કરવા નિર્ણય લીધો છે અને તે હાલના ૫.૧%ના સ્થાને ૭૫ બેઝીક પોઈન્ટ ઘટીને ૪.૪% કરાયો છે. રિઝર્વ બેન્કે સી.આર.આર.માં ૧ ટકાનો ઘટાડો કર્યો છે. જેથી બેન્કોને કુલ વધુ ૧ લાખ કરોડની રકમ તેના ધિરાણ માટે મળશે. આમ બેન્કો ધિરાણ સસ્તુ થશે અને ઉદ્યોગોને ખાસ રાહત થશે. રિઝર્વ બેન્કે આ ઉપરાંત રીવર્સ રેપોરેટ ૯૦ બેઝીક પોઈન્ટ ઘટાડીને બેન્કને તેના વધારાના નાણા રિઝર્વ બેન્ક પાસે મુકવામાં બિનપ્રોત્સાહીત કરવાનો માર્ગ અપનાવી બેન્કો તે રકમ ધિરાણ માટે ઉપયોગ કરે તે નિશ્ચિત કર્યુ છે. રીવર્સ રેપો રેટ ૪ ટકા થયો છે. સામાન્ય રીતે રેપો રેટ સમાન રીતે જ ઘટે છે.