જૂનાગઢ સહિત દેશભરમાં લોકડાઉનનો અમલ ચાલી રહ્યો છે અને લોકોની સુરક્ષા, સાવચેતી, જાગૃત્તિ અને કોરોનાના વાયરસનો ચેપ આવતો અટકાવવાનાં ભાગરૂપે લોકોને અરસપરસ મળવાનું ટાળવા તેમજ ટોળા સાથે ભેગા ન થવા અનેકવાર સુચનાઓ આપી હોવા છતાં પણ સોસાયટી વિસ્તારોમાં ટોળાં સ્વરૂપે લોકો ભેગા થતાં હોય અને ક્રિકેટ સહિતની રમતો રમતાં હોવાની ફરીયાદો વ્યાપક બની હતી. આ દરમ્યાન જૂનાગઢ શહેરની સોસાયટીઓ ઉપર જૂનાગઢ પોલીસની ડ્રોન કેમેરા મારફતે નજર રાખવાનું શરૂ કરવામાં આવેલ છે અને ટોળાં સ્વરૂપે જો કયાંય પણ ભેગાં થશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ પોલીસે આપેલો છે. લોકોને ઘરમાં રહો અને લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવાની અપીલ કરવામાં આવી છે.