જૂનાગઢ અને આસપાસનાં ગામમાંથી જાહેરનામાનો ભંગ કરતાં ૧૦૮ શખ્સો ઝડપાયા : ફરીયાદ

કોરોના વાયરસની મહામારીને લઈને સમગ્ર દેશમાં હાલ લોકડાઉન કફર્યુ છે ત્યારે જૂનાગઢ અને આસપાસનાં ગામોમાંથી લોકડાઉન, જાહેરનામાનો ભંગ કરતાં ૧૦૮ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. જેમાં જૂનાગઢમાંથી ૬પ, રાણપુર (ભેંસાણ)માંથી ર, બિલખામાંથી ૧૦, કેશોદમાંથી ૧, વંથલીમાંથી ૧, ટીનમસમાંથી ૧, માણાવદરમાંથી ૪, બાંટવામાંથી ૩, માંગરોળમાંથી ૪, નાંદરખીમાંથી ર, ચોરવાડમાંથી ૧, ઝુઝારપુરમાંથી ર, પ્રાણીધામાંથી ૧, માળીયાહાટીનામાંથી ૩, માતરવાણીયામાંથી ૧, ભાખરવડમાંથી ૩, અમરાપુરમાંથી ર અને ચારેણા (માંગરોળ)માંથી ર શખ્સોને ઝડપી લઈ તમામ શખ્સો વિરૂધ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!