કોરોના કામગીરીમાં રોકાયેલા કોઈ જવાનનું મૃત્યું થાય તો પરિવારને રૂ.રપ લાખ અપાશે

હાલ દેશમાં કોરોના વાયરસની વધી રહેલી ચિંતાજનક પરિસ્થિતી અને તેના લીધે આ વાયરસનો ચેપ ફેલાવો અટકે તે માટે લોકોને ઘરમાં જ રહેવા સલાહ આપવામાં આવી રહેલ છે. આ રોગનો ફેલાવો અટકાવવાનો એકમાત્ર ઉપાય લોકડાઉન છે. આ લોકડાઉનને સફળ બનાવવા પોલીસદળ, હોમગાર્ડ, સિવીલ ડિફેન્સ, જીઆરડી, ટ્રાફીક બ્રિગેડ, જેલ તંત્ર રાત દિવસ ફરજા બજાવી રહેલ છે. આ જવાનોની રાત દિવસની ફરજા દરમ્યાન તેમને પણ આ વાયરસનો ચેપ લાગવાનો ભય રહેલો છે અને આ રોગને લીધે અવસાન થવાની પણ સંભાવનાં રહેલી છે. આથી આ સુરક્ષા કર્મચારી-અધિકારીને ચેપ લાગવાથી, જા કોઈ જવાન કે કર્મચારી-અધિકારીનું અવસાન થાય તો તેના આશ્રિત કુટુંબને રૂપિયા રપ,૦૦,૦૦૦ની સહાય આપવા ગુજરાત સરકારે ઠરાવ પસાર કર્યો છે. આશ્રિત કુટુંબ અંગેની વ્યાખ્યા સરકારની પ્રસિદ્ધ થયેલી વખતો વખતની સૂચનાઓ મુજબની રહેશે. કર્મચારી-અધિકારીનું ફરજ દરમ્યાન કોરોના વાયરસનાં સંક્રમણને કારણે અવસાન થાય તો તે સંજાગોમાં સંબધિત જીલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકે સક્ષમ મેડિકલ ઓફિસરનાં રિપોર્ટ સાથે પૂરતી ચકાસણી કરી ભલામણ સહિત આવશ્યક વિગતો (બેંક એકાઉન્ટની વિગતો સાથે) સહિત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી મારફતે ગૃહ વિભાગને તાત્કાલિક દરખાસ્ત કરવાની રહેશે એમ ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!