જૂનાગઢનાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા ૪ હજારથી વધુ ફૂડ પેકેટોનું જરૂરીયાતમંદોને વિતરણ

0

જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ગરબી મંડળ દ્વારા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે. હાલ કોરોનાનાં રોગચાળા સામે લોકડાઉન પ્રવર્તી રહયો છે ત્યારે આ સમયગાળા દરમ્યાન ગરીબો તેમજ જરૂરીયાતમંદ લોકોને સહાયરૂપ બનવાની ભાવના સાથે ગાંધીગ્રામ વિસ્તારનાં લોકોનાં સાથ સહકાર, સંપૂર્ણ સહયોગ તેમજ ગાંધીગ્રામ ગરબી મંડળનાં તમામ કાર્યકર્તાઓની જહેમતને લઈને લોકોને સહાય રૂપ બનવા ગુંદી, ગાઠીયાનાં ફૂડ પેકેટો મોટાપાયે તૈયાર કરવામાં આવી રહયા છે અને જરૂરીયાતમંદ લોકોને ૪ હજારથી વધુ આવા ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવી રહયું હોવાનું ગાંધીગ્રામ ગરબી મંડળનાં વિરાભાઈ મોરીએ જણાવ્યું હતું.