કોરોના વાયરસનાં ગંભીર રોગચાળાને ખાળવા માટે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે જરૂરીયાતમંદ અને ગરીબ તેમજ ઝુંપડપટ્ટીમાં રહેતાં લોકોની સહાયતા માટે જૂનાગઢનાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા આગળ આવી અને સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહેલ છે. ભુખ્યા અને જરૂરીયાતમંદ લોકો તેમજ ગરીબોને મદદ કરવાની ભાવના સાથે ૧પ હજારથી વધારે ફુડ પેકેટો તૈયાર કરવામાં આવ્યાં છે અને તેનું વિતરણ પણ જરૂરીયાતમંદ લોકોને કરવામાં આવેલ છે. ગાંધીગ્રામ ગરબી મંડળનાં વિરાભાઈ મોરી તમામ કાર્યકતાઓ અને જૂનાગઢ શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારનાં લોકોનાં સહયોગ સાથે સેવાની આ પ્રવૃત્તિ પુરજાશથી ચાલી રહી છે. ગુંદી અને ગાંઠીયાનાં ફુડ પેકેટો બનાવવામાં આવી રહ્યાં છે. ગાંધીગ્રામ ગરબી મંડળની સેવાકીય પ્રવૃત્તિને આગેવાનોએ બિરદાવી છે. ભાજપ અગ્રણી પ્રદિપભાઈ ખીમાણી તેમજ નિર્ભયભાઈ પુરોહિતે તાજેતરમાં મુલાકાત લીધી હતી અને સેવાકીય ભાવનાની સરાહના કરી હતી.