આજે હનુમાન જયંતી : સંકટ સે હનુમાન છુડાવે, મન, વચન, જા ધ્યાન લગાવે.. જય જય જય હનુમાન ગુસાઈ

0

મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામનાં પરમભકત અને અંજની માતાનાં પુત્ર, પવનપુત્ર સંકટ મોચન એવા હનુમાનજી મહારાજનો આજે પ્રાગટય દિવસ છે ત્યારે જૂનાગઢ સહી સોરઠ, સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત અને દેશભરમાં આજે હનુમાનજી મહારાજની પૂજા, પ્રાર્થના, હનુમાન ચાલીસાનાં પાઠ સાથે ભાવિકો હનુમાનજીની ભકિતમાં લીન બન્યાં છે. જૂનાગઢ શહેરમાં આવેલા વિવિધ હનુમાનજીનાં મંદિરો તેમજ ભવનાથ ખાતે આવેલા સુપ્રસિધ્ધ લંબે હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાન જયંતિ પર્વ પ્રસંગે મંદિરનાં મહંતશ્રી અર્જુનદાસ બાપુ દ્વારા પૂજન-અર્ચન, આરતી સહીતનાં કાર્યક્રમો યોજાયા હતાં. આજે કોરોનાની બિમારીનાં ખતરા સામે સમગ્ર દેશમાં જયારે લોકડાઉન ચાલી રહયો છે ત્યારે આ સંજાગોમાં કોઈ મોટા કાર્યક્રમો થશે નહીં પરંતુ ભાવિકો દ્વારા હનુમાનજી મહારાજની સ્તુતી, પ્રાર્થના સહીતની વિધીઓ ઘર આંગણે કરીને સંકટ મોચન એવા તાત્કાલીક હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી તમામ પ્રકારનાં સંકટો દૂર કરી અને વિશ્વનાં કલ્યાણની પ્રાર્થના કરશે.

error: Content is protected !!