જૂનાગઢ ઉપલા દાતારબાપુની જગ્યાનાં મહંત ભીમબાપુએ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રૂ.૧ લાખનો ચેક અર્પણ કર્યો

જૂનાગઢ નજીક આવેલાં ઉપલા દાતાર ખાતે કોમી એકતાનાં સ્વરૂપ આવેલ ઉપલા દાતારબાપુની જગ્યાનાં મહંત ભીમબાપુ ગુરૂશ્રી પટેલબાપુનાં માર્ગદર્શન હેઠળ વર્તમાન સમયમાં કોરોનાની મહામારીની લડત ચાલી રહી છે અને જેને લઈને લોકડાઉન પ્રવર્તી રહેલ છે. તેવી સ્થિતીમાં જરૂરીયાતમંદ લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ માટેની રાશનકિટ બનાવવામાં આવી છે અને જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદોને રાશનકિટનું વિતરણ કરવામાં આવી રહેલ છે.
સેવાભાવી સંસ્થા તેમજ દાતારબાપુનાં સેવકોનાં સંપૂર્ણ સહયોગ સાથે આ કાર્યવાહી કરવામાં આવેલ છે. આ દરમ્યાન ગઈકાલે મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રૂ.૧ લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી અને જે અંગેનો એક લાખનો ચેક અધિકારીને આપવામાં આવ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર હાલ કોરોના સામેનો પડકાર ઉભો થયો છે ત્યારે વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓને સહાયભૂત થવા માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી અને જે અપીલને ધ્યાને લઈ ધાર્મિક સંસ્થાઓ દ્વારા દાનની સરવાણી વહેતી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન ઉપલા દાતારબાપુની જગ્યાની સેવાની ઉજળી પરંપરાને આગળ વધારતા હાલના મંહતશ્રી ભીમબાપુ ગુરૂશ્રી પટેલબાપુ તરફથી મુખ્યમંત્રી રાહતફંડમાં ગઈકાલે એક લાખનો ચેક ડી.ડી.જયોતિબેન વાછાણી, યોગીભાઈ પઢિયાર, દાતારબાપુની જગ્યાનાં પ્રતિનિધિ મુન્નાબાપુ તેમજ વિજયભાઈ ત્રિવેદી વગેરેની ઉપસ્થિતીમાં ગઈકાલે અધિક કલેકટર શ્રી બારૈયાને ચેક અર્પણ કરવામાં આવેલ હતો.

error: Content is protected !!