ગુજરાતનાં શહેરોમાં વધેલો કોમ્યુનિટી ટ્રાન્સફરનો તબક્કો ગ્રામ્યસ્તરે ફેલાય નહીં માટે ચુસ્ત અમલ કરાશે

કોરોના વાયરસનો કોમ્યુનિટી ટ્રાન્સફરનો તબક્કો ગુજરાતનાં શહેરોમાં જાવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ ગુજરાત શહેરથી ગામડાસ્તરે પ્રસરે નહીં તે માટે ગ્રામ્ય સ્તરે પણ લોકડાઉનનો વધુ ચુસ્ત અમલ કરવા માટે સરપંચો અને સ્થાનિક આગેવાનોના સહયોગથી પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવાશે. એટલે કે રાજ્યના ચાર મહાનગરોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાશે. કોરોનાના વધતાં સંક્રમણને જાતા લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સીંગનો વધુ કડક અમલ કરવો જ પડશે. એમ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું છે. લોકડાઉનના કડક અમલ અંગે પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાઈ રહેલ કામગીરીની વિગતો મીડિયાને આપતા ડીજીપી ઝાએ ઉમેર્યું કે, ગુજરાતમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને અટકાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ લોકડાઉનનો વધુ કડક અમલ કરવા સૂચના આપી છે તે મુજબ ચારેય મહાનગરોમાં વધુ ચુસ્ત અમલ થાય તે માટે પોલીસ કર્મીઓને યોગ્ય દિશા-નિર્દેશો આપી દેવાયા છે એટલે નાગરિકોએ પણ પૂરતી કાળજી અને સંયમ રાખીને પોલીસ સાથે ખોટા સંઘર્ષમાં ન ઉતરવું, આવું બનશે તો તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે. પોલીસ લોકડાઉનના ચુસ્ત અમલ માટે જરૂરી કાર્યવાહી કરી રહી છે. તેમાં નાગરિકો પૂરતો સહયોગ આપે. મહાનગરોમાં વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ૫રવાનગી વગરના વાહનો લઈને ઘરની બહાર નીકળવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલે નાગરિકોએ કારણ વગર ઘરની બહાર ન ફરવું. ટુ – વ્હીલર ઉપર પણ એક કરતાં વધુ સવારી ન કરવા માટે પણ વાહનચાલકોને અપીલ છે. મુખ્ય રોડ ઉપર પેટ્રોલિંગની સાથે સાથે સોસાયટીઓ અને મહોલ્લાઓને જાડતાં અંદરના માર્ગો ઉપર પણ સઘન અને વધુ પેટ્રોલિંગ કરવા સૂચનાઓ આપી દેવાઈ છે. નગરોમાં ડ્રોન કેમેરા અને સીસીટીવી સર્વેલન્સથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ડ્રોન સર્વેલન્સના ફુટેજના આધારે ગુન્હાઓ નોંધી આરોપીની અટકાયત કરાઈ છે. એવી જ રીતે સીસીટીવી ફુટેજના આધારે ગુના નોંધીને અટક સાથે આરોપી ધરપકડ કરાઈ છે. લોકડાઉન સંદર્ભે સોશ્યલ મીડિયામાં અફવાઓ ફેલાવવા સંબંધી પણ ગુના નોંધ્યા છે અને આરોપીની ધરપકડ કરાઈ છે. કોરોના પોઝિટિવમાંથી જરૂરી તબીબી સારવાર લઈને સાજા થઈ તથા હોમ કવોરન્ટાઈનમાંથી મુકત થઈ સમાજમાં પરત ફરતા નાગરિકો તેમજ તબીબી સેવાઓ સાથે સંકળાયેલ તબીબો અને મેડિકલ- પેરા મેડિકલ સ્ટાફ સાથે ભેદભાવભર્યું વર્તન ન કરવા અપીલ કરતાં ડીજીપી આવા તત્વો સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું. દિલ્હી મરકઝથી ગુજરાતમાં આવેલા વ્યકિતઓ મામલે ડીજીપી ઝાએ ઉમેર્યું કે, ગુજરાતમાં નાગરિકોની ઓળખ કરાઈ છે તે પૈકી અમુક નાગરિકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જે તમામ વ્યકિતઓ અમદાવાદની છે. પરત આવેલ વ્યકિતઓમાંથી એક વ્યકિત લોકડાઉનના સમયગાળા દરમ્યાન આવેલા હોવાથી લોકડાઉનના ઉલ્લંઘન બદલ ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!