વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દેશમાં કેસોની સુનાવણી માટે સુપ્રિમ કોર્ટે જારી કર્યા નિર્દેશ

0

દેશમાં કોરોનાને લીધે જે સ્થિતિ સર્જાઈ છે. તેના લીધે સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યોની હાઈકોર્ટ અને નીચલી અદાલતોને કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સથી કરવા માટેના કેટલાક નિર્દેશો આપ્યા છે. સુઓમોટો રિટ અરજીમાં સુપ્રીમ કોર્ટે કÌšં છે કે, કોરોનાના લીધે હાલ જયુડીશ્યરી સામે અનેક નવા પડકારો ઊભા થયા છે. સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો છે કે, ન્યાય પ્રક્રિયા સરળતાથી ચાલે તે માટે તમામ અદાલતો જજીસ, પક્ષકારો, સ્ટાફ અને અન્ય લોકો આ નિર્દેશોનું પાલન કરે. સુપ્રિમ કોર્ટના નિર્દેશઃ સુપ્રિમ કોર્ટ સહિત દેશની તમામ હાઇકોર્ટ અને નીચલી અદાલતોમાં અસીલ અને પક્ષકારોની વ્યકિતગત હાજરી ઓછી થાય તે માટે સતર્ક રહે. કોર્ટની કાર્યવાહી સરળતાથી રહે અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય તેનું ધ્યાન રાખવામાં આવે. સુપ્રિમ કોર્ટ, હાઈકોર્ટ અને નીચલી અદાલતોમાં વીડિયો કોન્ફરન્સથી સુનાવણી કરો. દરેક રાજ્યમાં કામ કરતા અથવા કામ કરવા માટે કોર્ટની વ્યવસ્થા અલગ- અલગ હોય છે. તેને અનુરૂપ વીડિયો કોન્ફરન્સ કરી કેસની સુનાવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યા છે. વીડિયો કોન્ફરન્સથી સુનાવણી સમયે જા કોઈને વીડિયોની ગુણવત્તા કે સાંભળવામાં તકલીફ પડતી હોય તો તેના આ પ્રશ્નના નિરાકરણ માટે દરેક કોટ હેલ્પલાઇન શરૂ કરે હાઈકોર્ટે નક્કી કરવાના નિર્દેશો પ્રમાણે નીચલી અદાલતો વીડિયો કોન્ફરન્સથી કેસની સુનાવણી કરે. જા કોઈ પક્ષકાર પાસે વીડિયો કોન્ફરન્સની સુવિધા નથી તો તેમને કોર્ટ દ્વારા વીડિયો કોન્ફરન્સની સુવિધા આપવામાં આવે. જા જરૂર પડે તો ખાસ કેસમાં એમેક્સ ક્્યુરીની નિમણૂક કરો અને આ કેસમાં વકીલોને વીડિયો કોન્ફરન્સની સુવિધા આપો. હાઇકોર્ટ જ્યાં સુધી કોઈ નિયમો બનાવે નહીં ત્યાં સુધી કોઇપણ કેસ ટ્રાયલ સ્ટેજ કે અપીલના તબક્કામાં હોય તો પણ વીડિયો કોન્ફરન્સથી સુનાવણી કરવામાં આવે. વીડિયો કોન્ફરન્સથી બંને પક્ષકારોની પરસ્પર સહમતી ના હોય ત્યાં સુધી કોઈ પણ કેસમાં પુરાવાને રેકોર્ડ ઉપર લેવા નહીં. માનો કે કોઈ કેસમાં કોર્ટમાં રૂમમાં પુરાવા લેવા જરૂરી બને તો કોર્ટના પ્રીસાઈડિંગ ઓફિસર, બે વકીલો વચ્ચે જરૂરી સોશિયલ ડિસ્ટન્સ રાખીને કાર્યવાહી કરે. કોર્ટ રૂમમાં કોને આવવા દેવા, વકીલો કોઈ મુદ્દો મૂકે તેને સાંભળવા કે નહીં, તે અંગે નિર્ણય લેવાની સત્તા પ્રીસાઈડિંગ ઓફિસર પાસે રહેશે. કોઈ કેસમાં પક્ષકાર ચેપી રોગથી બીમાર હોય, તે સિવાયના તંદુરસ્ત પક્ષકારોને કોર્ટમાં આવવા દો. જા કે, ધસારો વધેને તો કોર્ટની સત્તા રહેશે કે તે તેમને રોકી શકે. લોકોનો ધસારો વધુ રહે તો કેસની સુનાવણી મોકૂફ રાખવાની સત્તા કોર્ટને રહેશે.

error: Content is protected !!