બેંકોમાં ગ્રાહકો પાસેથી ચેક સ્લીપ સ્વીકાર્યા બાદ ગરમ ઈસ્ત્રી ફેરવી જીવાણું મુક્ત કરાય છે

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જતાં અમદાવાદનું સરકારી તંત્ર ચિંતામાં મૂકાઈ ગયું છે. સાથે સાથે લોકો પણ હવે સોશ્યલ ડિસ્ટન્સિંગનો અમલ કરી રહ્યા છે. ખાસ કરીને બેંકોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ (એસડી)નો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. બીજું ચેક કે પાસબુક લઈ જતાં ગ્રાહકને ચેક કે પાસબુક બાસ્કેટમાં મૂકવાનું કહી ચેક પર ગરમ ઈસ્ત્રી ફેરવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી જનધન યોજના અને પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોના બેંક ખાતામાં પૈસા જમા થઈ રહ્યા છે. જેમ જેમ મેસેજ મળતા રહે છે તેમ તેમ લોકોનો બેંકમાં ધસારો વધતો જાય છે. પરિણામે બેંકોમાં નોટબંધી જેવી લાંબી કતારો જામે છે. જા કે, હાલ સોશ્યલ ડિસ્ટન્સિંગનો કડક અમલ કરાતો હોવાથી ગ્રાહકોને ૧મીટરના અંતરે ઊભા રખાતા હોવાથી લાઈન ખૂબ લાંબી લાગી રહી છે. બેંકમાં પણ ફકત એક કે બે ગ્રાહકોને જ પ્રવેશ અપાય છે. પ્રથમ તેમના હાથ સેનેટાઈઝડ કર્યા બાદ જ પ્રવેશ અપાય છે. ત્યારબાદ ગ્રાહક ચેક કે પાસબુક કે રોકડ ઉપાડવાની સ્લીપ જે તે કાઉન્ટર ઉપર આપે તો તેને હાથમાં પકડવાને બદલે બાસ્કેટમાં મૂકવાનું જણાવાય છે. ત્યારબાદ ચેક, સ્લીપ કે પાસબુક ઉપર ગરમ ઈસ્ત્રી ફેરવી જીવાણું મુક્ત કરવામાં આવે છે. ત્યારબાદ ગ્રાહકને નંબર મુજબના વર્તુળમાં ક્રમ મુજબ ઊભા રહેવાનું જણાવાય છે. એ જ રીતે ગ્રાહકને નાણાં આપતી વખતે પણ ગરમ ઈસ્ત્રી ફેરવ્યા બાદ નાણાં અપાય છે. આ રીતે બેંકોમાં ઓછા સ્ટાફ છતાં ખૂબ ચોકસાઈપૂર્વક કરવામાં આવે છે.

error: Content is protected !!