ભારતના ૧૩૦ કરોડ પૈકી પ૦ ટકા લોકો રૂ.૧ હજારનું દાન આપે તો પીએમ રીલીફ ફંડમાં કરોડોની રકમ જમા થઈ શકે

0

કોરોના મહામારીની બિમારીએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. અમેરિકા અને યુરોપના દેશો કે જયાં આરોગ્ય સુવિધાઓ શ્રેષ્ઠત્તમ કક્ષાની હોવા છતાં કોરોનાના ભરડામાં આ વિકસીત દેશો સાવ પાંગળા બની ગયા છે. કોરોનાની રસી જ ન હોવાથી આ ભયંકર રોગને કઈ રીતે ડામવો એ ચિંતામાં મુકાયા છે. ત્યારે ભારત દેશ કે જે વિકાસશીલ દેશ છે અને અહીંયા આરોગ્ય સુવિધાઓ ઘણી જ અપુરતી છે તેમજ તબીબો અને પેરામેડીકલ સ્ટાફ પણ અપુરતો હોય ૧૩૦ કરોડની વસ્તી ધરાવતો આ દેશ આરોગ્ય ક્ષેત્રે સાવ અલ્પવિકસીત જાવા મળી રહયો છે. ત્યારે આજે કોરોનાને લઈને વિકસીત દેશોની જે હાલત થઈ છે તેના ઉપરથી બોધપાઠ લઈને ૧૩૦ કરોડની વસ્તી ધરાવતા ભારતમાં આરોગ્ય સેવાને શ્રેષ્ઠત્તમ બનાવવાના તમામ પ્રયાસો હાથ ધરવા જરૂરી બન્યા છે. આજે ૧૩૦ કરોડની વસ્તી ધરાવતા દેશમાં માત્રને માત્ર દશ ટકા લોકો જ પોતાનું આર્થિક યોગદાન આપી રહયા છે. ત્યારે જા ૧૩૦ કરોડ લોકો પૈકી પ૦ ટકા લોકો પણ પ્રત્યેક રીતે રૂ.૧૦૦૦ નું દાન આપે તો પ્રધાનમંત્રી રીલીફ ફંડમાં ખાસ્સી મોટી રકમ જમા થઈ શકે તેમ છે. આ પ્રાપ્ત થયેલા નાણામાંથી દરેક ભારત દેશનાં રાજયના જીલ્લા, તાલુકા તથા ગ્રામ્ય સ્તરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉભા કરી શકાય અને લોકોને તેમના ઘરઆંગણે જ પુરતી આરોગ્ય સેવા પ્રાપ્ત થઈ શકે. આ ઉપરાંત આ નાણાં દવા સંશોધનનાં કાર્યમાં પણ વાપરી શકાય અને સારી આરોગ્ય વિષયક દવાઓ અને સારવારો પ્રાપ્ત થઈ શકે તેમજ આ નાણામાંથી તબીબી ઈન્ફ્રાસ્ટ્રકચર પણ સારી રીતે ઉભું કરી શકાય. ત્યારે દેશના દરેક આર્થિક રીતે સંપન્ન વ્યÂક્ત પોતાનું આર્થિક યોગદાન સમયાંતરે આપતા રહે તો આરોગ્ય ક્ષેત્રે આ નાણામાંથી સારી એવી તબીબી સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે તેમ છે.
ભારત દેશ ખેતીપ્રધાન દેશ હોય અને ઘણા લોકો હજુ પણ ગરીબી રેખા હેઠળ જીવી રહયા છે ત્યારે આર્થિક રીતે સગવડતા ધરાવતા વ્યકિતઓએ પોતાનું આર્થિક યોગદાન આપવું આજની સ્થિતીએ જરૂરી બન્યું છે અને આ માટે દરેક નાગરીકે વિચારવાનો સમય છે. આજની કોરોનાની મહામારીના સમયમાં દેશના પ્રત્યેક નાગરીકે રાષ્ટ્રભાવના બતાવવી જરૂરી છે અને આ માટે આગળ આવવું એ પ્રથમ કર્તવ્ય બની રહેવું જાઈએ.

error: Content is protected !!