જૂનાગઢમાં ત્રણ શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ નેગેટીવ : વધુ એક મહિલા દર્દીનું સેમ્પલ મોકલાયું : સાંજે રિપોર્ટ આવશે

0

કોરોનાનાં સંક્રમણને ખાળવા માટે આજે સમગ્ર દેશ અને વિશ્વનાં દેશો જ્યારે રોગને નાથવા આરપારની લડાઈ લડી રહ્યાં છે અને ભારતમાં લોકડાઉનની અમલવારી ચાલી રહી છે ત્યારે જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહેલ છે. જૂનાગઢ જીલ્લા પ્રશાસન તંત્ર પણ તેની સંપૂર્ણ કાળજી રાખી અને લોકોને પ્રેમથી લોકડાઉનનો અમલ થાય તે માટે અપીલો કરવામાં આવી રહી છે અને જે અપીલો મહ્‌દઅંશે સફળ પણ થઈ છે. સૌના સાથ-સહકાર અને સૌની સાવચેતીભરી સ્થિતીમાં જૂનાગઢ શહેર અને જીલ્લામાં એકદંરે કોઈ ગંભીર પરિÂસ્થતી નથી થઈ ગઈકાલે કોરોનાનાં ત્રણ શંકાસ્પદ દર્દી  હતાં તેમનો મોડી રાત્રે રિપોર્ટ નેગેટીવ આવી જતાં તંત્ર દ્વારા રાહતનો દમ ખેંચવામાં આવ્યો છે જા કે હજુ એક મહિલાનો રિપોર્ટ શંકાસ્પદ હોય જેનું સેમ્પલ ભાવનગર મોકલવામાં આવે છે અને આજે સાંજના તેનો રિપોર્ટ આવી જશે તેમ જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ જણાવ્યું હતું.
કોરોનાનાં શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલઈઝ કરવામાં આવતાં હોય અને તેમનાં સેમ્પલ લઈ અને ભાવનગર ખાતે રિપોર્ટ મોકલવામાં આવતાં હોય છે અને ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ સાચી સ્થિતીનો ખ્યાલ આવી જતો હોય છે. જૂનાગઢ જીલ્લાનાં મુખ્ય વરિષ્ઠ અધિકારીઓ આ બાબતની સતત નજર અને મોનીટરીંગ કરી રહ્યાં છે. જૂનાગઢ જીલ્લામાં બે વ્યકિત સરકારી ફેસેલીટી અને ૬૬ લોકો હોમ કવોરન્ટાઈન છે જયારે જીલ્લામાં કુલ ૩૯ર લોકોએ ૧૪ દિવસનાં કવોરન્ટાઈન પુરા કરી દિધાં છે. આજની હોસ્પિટલની શુંસ્થિતી છે તેમજ કોરોનાનાં કેટલાં શંકાસ્પદ કેસો છે તે અંગેની તપાસ કરતાં જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તબીબોને જે કેસો શંકાસ્પદ લાગ્યાં હતાં તેવા ૩ જેટલાં કેસોનું સેમ્પલ ભાવનગર ખાતે તપાસણી માટે મોકલવામાં આવ્યું હતું અને ગઈકાલે મોડી રાત્રીનાં ત્યાંથી રિપોર્ટ આવી જતાં આ ત્રણે-ત્રણ કેસનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે જયારે મોડી રાત્રીનાં વધુ એક કેસ એક મહિલાનો સારવાર માટે આવતાં તબીબોને તેનું પરિક્ષણ કરતાં શંકાસ્પદ બાબત જાવા મળતાં આ મહિલાનું સેમ્પલ ભાવનગર ખાતે મોકલી આપવામાં આવેલ છે અને આજ સાંજ સુધીમાં તેનો રિપોર્ટ આવી જશે તેમ ડીડીઓએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘી, જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી, મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરા તેમજ જીલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગનાં અધિકારી ચેતન મહેતા અને આરોગ્ય વિભાગ જૂનાગઢ સિવીલ હોસ્પિટલનાં ડીન એસ.પી.રાઠોડ, હોસ્પિટલ અધિક્ષક ડો.બગડા તેમજ સિવીલ હોÂસ્પટલનો સ્ટાફ સતત કોરોના સામેની ચાલી રહેલી લડાઈમાં સાવચેતી અને તકેદારીનાં પગલાં તેમજ આરોગ્ય વિષયક સેવાઓ ઝડપી રીતે કોરોનાનાં શંકાસ્પદ લોકોને મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નહીં સિવિલ હોÂસ્પટલ ખાતે ૧૦૦ જેટલાં આઈસોલેશન વોર્ડમાં બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ તેમજ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર અને જીલ્લાનું પોલીસતંત્ર સરાહનીય કામગીરી કરી રહેલ છે. તેમજ માણાવદર, કેશોદ, માળીયા હાટીના, ભેંસાણ, વિસાવદર, ભેંસાણ, વંથલી, બાંટવા, મેંદકડા તાલુકાનાં શહેરોમાં તથા ગ્રામ્ય પંથકમાં લોકડાઉન ચુસ્તપણે અમલ થઈ રહયો છે. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દિવસમાં ૧ વખત સરપ્રાઈઝ મુલાકાત લઈ સુપરવીઝનની સમીક્ષા કરી રહેલ છે.