જૂનાગઢ શહેર-જીલ્લા પોલીસતંત્રએ પોલીસ પ્રજાનો મિત્ર છે સુત્રને સાર્થક કર્યું

0

જૂનાગઢ પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં અને ફરજપાલનની સાથે પ્રજાના હીતની વાત હોય ત્યારે નાનામાં નાની વાત ઉપર પણ તાત્કાલીક ધ્યાન કેન્દ્રીત કરી જાઈતી મદદ પહોંચાડી પોલીસ પ્રજાનો મિત્ર છે નાં સુત્રને સાર્થક કરવામાં જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, પ્રોબેશ્નલ ડીવાયએસપી બારીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર અને સોરઠ જીલ્લાનાં સમગ્ર પોલીસતંત્રની કટોકટીનાં સમયમાં એટલે કે લોકડાઉનની સ્થિતિમાં ફરજ અને સેવા કાબીલેદાદ કામગીરીની સર્વત્ર સરાહના કરવામાં આવી રહી છે. સમગ્ર પોલીસતંત્રને સુંદર કામગીરી બદલ ઘણી ઘણી સરાહના મળી રહી છે. ભારતભરમાં લોકડાઉન ચાલી રહેલ છે આ લોકડાઉન દરમ્યાન લોકોને સ્ટે એટ હોમ ઘરમાં જ રહો અને સુરક્ષિત રહોની અપીલને લોકો પ્રતિસાદ આપી રહ્યાં છે. કોરોનાં વાયરસને નાથવાનાં ભાગરૂપે ઘરમાં જ રહો અને સુરક્ષીત રહો એ એકમાત્ર ઉપાયનું આજે પાલન થઈ રહ્યું છે. આપણા જૂનાગઢ શહેરની જા વાત કરવામાં આવે તો જૂનાગઢમાં લોકો લોકડાઉનને સફળ માની રહ્યાં છે અને બરાબર કાળજી પણ રાખી રહ્યાં છે. જા કે જયારે પણ નિયમોનો ભંગ અથવા જાહેરનામાનું ઉલ્લંઘન થતું હોય છે ત્યારે નિયમભંગની ફરીયાદો પણ થતી હોય છે. જૂનાગઢ શહેર અને ભુખ્યાઓને ભોજન કરાવ્યું છે. અનેક ભિક્ષુકોને માનસીક વિકલાંગ ભિક્ષુકોને માનસીક વિકલાંગ ભિક્ષુકોને નવડાવી કપડા નવા પહેરાવી રોજીંદો ખોરાક મળી રહે તેવી ખેવના રાખી છે. વૃધ્ધો તથા સિનીયર સીટીઝનોની સંભાળ લેવાઈ રહી છે. જીલ્લાનું સમગ્ર પોલીસતંત્ર આજે એક તરફ લોકડાઉન દરમ્યાન તેનો ચુસ્ત અમલ થાય તે માટેની પોલીસની ફરજ પણ બજાવી રહ્યાં છે અને સાથે-સાથે સેવાના અગણીત કાર્યો થકી જૂનાગઢ શહેર અને જીલ્લાનું પોલીસતંત્ર ઉજળું બની ગયું છે. પોલીસની સેવાની કામગીરીની સુવાસ સર્વત્ર ખુશ્બુદાર કેરીની માફક સર્વત્ર પ્રસરી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણએ સમગ્ર જગતને એક સંદેશો આપ્યો છે કે મનુષ્ય તું ફળની આશા રાખ્યા વિના કર્મ કર્યે જા અને મનુષ્યની ફરજ અદા કર. કર્મ કીયે જા ફલકી ઈચ્છા મત કર ઈન્સાન, જૈસા કર્મ કરેલા વૈસા ફલ દેગા ભગવાન, યહ હૈ ગીતા કા જ્ઞાન, યહ હૈ ગીતા કા જ્ઞાન આ સંદેશાનું આજે પાલન કરવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસનાં સંક્રમણ અને ખતરાને ટાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૪ માર્ચના મધ્યરાત્રીથી ભારતવર્ષમાં સંપૂર્ણ લોકડાઉન જારી કરેલ છે અને ર૧ દિવસનાં લોકડાઉનને પુરા થવામાં માત્ર ગણતરીનાં દિવસો જ બાકી રહ્યાં છે અને ૧૪મી એપ્રિલનાં પુરા થતાં લોકડાઉન દિવસે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની વર્તમાનસ્થિતિની સમીક્ષા સાથે લોકડાઉનને વધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે. ત્યારે સમગ્ર ભારત વાસીઓની મીટ દિલ્હીની સુચનાઓ ઉપર મંડાયેલી છે. હાલ તો લોકડાઉનનું પાલન અને લોકો સુરક્ષિત રહે તે બાબત ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢનાં વરિષ્ઠ પોલીસ અધિકારી સર્વશ્રી જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંઘ પવાર, જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ શહેર અને જીલ્લાનું સમગ્ર પોલીસતંત્ર ‘મે આઈ હેલ્પ યુ’ પોલીસ પ્રજાનો મિત્ર છે નાં સુત્રને જાણે સાર્થક કર્યું છે તેમ દિવસ-રાત ફરજ બજાવતાં-બજાવતાં સાર્થક કરી દેખાડયું છે અને જૂનાગઢ પોલીસની સેવાની ઉચ્ચ ભાવનાની સુવાસ પ્રસરી ગઈ છે. આજે પોલીસની સેવાકીય કામગીરીની નોંધ લઈ સરાહના કરી રહ્યાં છે. પોતાનાં ઉચ્ચ અધિકારીનું સતત માર્ગદર્શન અને ફરજની સાથે-સાથે હેલ્પ કરવાની ભાવના આજે પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં નાનામાં-નાના કર્મચારીથી લઈ ઉચ્ચ અધિકારીઓ સુધીની કામગીરી કાબીલેદાદ છે.