જૂનાગઢ પોલીસે આશરાધર્મ અદા કર્યો અને સાથે બાળકોને રમકડા પુરા પાડયા

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, લોકોને બહાર ન નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા હાલમાં લોકડાઉન પછી મજૂરોને કોરોના વાયરસનાં સંક્રમણ અટકાવવા માટે પોતાના વતનમાં જવા અટકાવેલા છે. જે પૈકી મોટાભાગના મજૂરો પરત જે ગામમાં કામ કરતાં હતાં ત્યાં વાડી માલિકને સોંપી ગામડાઓમાં મોકલવામાં આવેલ છે. જ્યારે અમુક મજૂરો શહેર વિસ્તારમાં તથા સરકારી જમીનમાં ઝૂંપડાઓ બાંધીને રહેતા હતા અને જે જે લોકો કામે રાખે ત્યાં છૂટક મજૂરી કરીને રહેતા હતા તેવા મજૂરોને રાખવા માટે સરકાર દ્વારા જુદા જુદા શહેરમાં જુદી જુદી જગ્યાએ સેલ્ટર હોમ બનાવી મજૂરોને સોશ્યલ ડિસ્ટન્સ સાથે રાખવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જે પૈકી ૭૫ જેટલા મજૂરો ભવનાથ ખાતે ખોડીયાર રાસ મંડળ ખાતેની જગ્યામાં રાખવામાં આવેલ છે. જે ૭૫ મજૂરની જમવાની વ્યવસ્થા ભવનાથ ખાતે આવેલ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ દ્વારા કરવામાં આવેલ છે. મજૂરોને બંને ટાઈમ જમવાની વ્યવસ્થા આશ્રમ દ્વારા કરવામાં આવેલ હોય તમામ મજૂરોને ભવનાથ ખાતે વ્યવસ્થિત રીતે રાખવામાં આવેલ છે અને અધિકારીઓ દ્વારા અવારનવાર વિઝીટ કરી વ્યવસ્થાની ચકાસણી પણ કરવામાં આવે છે. આ મજૂરો સાથે મજુરોના કુલ ૨૫ થી ૩૦ જેટલા નાના બાળકોને પણ સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સૂચનાનાં આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી. બારીયાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી. ધોકડીયા, ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. યુસુફભાઈ, ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા ભવનાથ ખાતે સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ મજૂરોના ૨૫ થી ૩૦ બાળકોને ત્યાં રહેવામાં કંટાળો ના આવે તે માટે નાના બાળકોને રામકડાઓનું વિતરણ મહંત શેરનાથબાપુના હાથે કરવામાં આવેલ હતુ. બાળકો તરત જ રામકડાઓથી રમવા લાગેલ હતા અને કપરા સમયમાં મદદ કરવા બદલ સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ મજૂરો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!