હોમ કોરોન્ટાઈનમાં રહેલા વ્યકિતઓએ કોવીડ-૧૯ એપ ફરજીયાત ડાઉનલોડ કરવાની રહેશે

0

કોરોનાની મહામારીને લઈ ગુજરાત સરકાર દ્વારા હોમ કોરોન્ટાઈનમાં રહેલા ઈસમોનું ટ્રેકીંગ થઈ શકે તથા તેઓને સમયસર સારવાર અને સુવિધા આપી શકાય તે માટે મોબાઈલ એપ્લીકેશન ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ સંદર્ભે જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટ ડો. સૌરભ પારઘીએ એક જાહેરનામું બહાર પાડી હુકમ કર્યો છે કે સમગ્ર જૂનાગઢ જીલ્લા વિસ્તારમાં હોમ કોરોન્ટાઈનમાં રહેવા સક્ષમ તબીબી અધિકારીએ સલાહ આપેલ તમામ ઈસમોએ ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુજરાત સરકારની વેબસાઈટ  ઉપરથી ફરજીયાત રીતે તેમન મોબાઈલ ઉપર ડાઉનલોડ કરવાની રહેશે. અને તેમાં આપવામાં આવેલ સુચનાઓ મુજબ દર કલાકે તેમનું  ઉપર લોકેશન મોકલવાનું રહેશે. તેમજ દિવસમાં બેવાર એપ્લીકેશનમાં આપવામાં આવેલ ફોર્મ સેલ્ફી સાથે ભરવાનું રહેશે. તેમજ આ એપ્લીકેશનમાં વખતો વખત જે સુચનાઓ આપવામાં આવે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ પોલીસ અધિક્ષક જૂનાગઢનાએ સદરહું જાહેરનામું નિર્દીષ્ટ કરેલ વિસ્તારોમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલ ચોંટાડીને તથા લાઉડ સ્પીકર તેમજ સ્થાનીકેથી પ્રસિધ્ધ થતા વર્તમાનપત્રો દ્વારા તેની બહોળી જાહેરાત કરી/કરાવીને પ્રસિધ્ધ કરશે. આરોગ્ય વિભાગનાં સક્ષમ અધિકારી હોમ કોરોન્ટાઈનમાં રહેલ ઈસમોને આ બાબતની જાણકારી આપવાની રહેશે.
આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮  તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જાગવાઈઓ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરની કક્ષાનાં પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તા. ૧૦-૪-ર૦થી દિવસ-૬૦ સુધી અમલમાં રહેશે.

error: Content is protected !!