ટુ વ્હીલર વાહનોમાં માત્ર એક જ વ્યકિત આવી/જઈ શકશે

0

કોરોના મહામારીને લઈ સમગ્ર ભારત દેશમાં લોકડાઉન કરાયું છે અને ગુજરાતમાં પણ તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહયું છે. આ લોકડાઉનમાં હજુ પણ વાહનોની અવર જવર જાવા મળી રહી હોય અને લોકો કોઈપણ સાવચેતી વગર ઘરની બહાર નીકળતા હોય જૂનાગઢ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ડી.કે. બારીઆ દ્વારા સુધારેલું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે ટુ વ્હીલર વાહનોમાં માત્ર એક જ વ્યકિત આવી/જઈ શકશે. તથા ખાનગી ફોર વ્હીલ વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. તેમજ કોઈ આવશ્યક કારણો વગર જે વ્યકિ ઘરની બહાર નીકળે તેમણે માસ્ક (કોઈપણ પ્રકારનું કપડું) મ્હોં ઉપર બાંધવાનું ફરજીયાત રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.