શાંતીદુત સમા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો સંદેશો

0

જૂનાગઢ તા.૧૦ ઃ જૂનાગઢનાં પોલીસ વિભાગમાં ડીવાયએસપીનાં પદ ઉપર રહી એક તરફ પ્રજાનાં જાનમાલ અને સલામતીનાં હેતુથી લો એન્ડ ઓર્ડરની સ્થિતિને નિયંત્રણમાં રાખવાની કામગીરી જૂનાગઢ રેન્જનાં આઈજી મનીન્દર પ્રતાપસિંઘ પવાર અને જીલ્લા પોલીસવડા સૌરભસિંઘની સુચના અને માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સુંદર રીતે ફરજ બજાવી રહ્યાં છે અને શહેર તેમજ જીલ્લાનું સમગ્ર પોલીસ ફોર્સની કામગીરીની પ્રસંશાપાત્ર બની છે. ર૭ વર્ષની પોલીસતંત્રની કામગીરી નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારી અને પ્રજા સાથે સતત સંકલનમાં રહી કટોકટીનાં સમયે પણ પરિસ્થિતિ ઉપર કંટ્રોલ કરવામાં માહેર ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની ફરજ અને સેવાની કામગીરીને ફકત આવકારદાયક કે વખાણવા લાયક જ નહીં પરંતુ દિલ સે સેલ્યુટ જેવી છે અને આ ઉમદા અધિકારીની સહિષ્ણુતા અને નાની વ્યકિતથી લઈ ઉચ્ચકક્ષાની વ્યકિતઓ સાથેનાં સદ્‌ભાવનાભર્યા વહેવારનાં પણ ભારે વખાણ થઈ રહ્યાં છે. લોકડાઉનનાં કટોકટીનાં સમયમાં લોકોને જાગૃત કરવાની કાયદાનું નિયંત્રણ કરવાની અને જરૂરીયાતમંદોને મદદરૂપ બનવાની ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની ત્રીવીધ કામગીરી ખુબ જ સરાહનીય રહી છે. આ ઉપરાંત તેમનાં લાગણીસભર હૃદયમાંથી વહેતી લાગણીઓનું ઝરણું સોશ્યલ મિડીયાનાં માધ્યમથી વહે છે ત્યારે પ્રસંશાના પુષ્પો વહેતા રહે છે. ભૂતકાળમાં પણ કોમી તનાવનાં સમયમાં વડોદરા શહેરમાં ફરજકાળ દરમ્યાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા મુકવામાં આવતાં શાંતીભર્યા સંદેશા શાંતીના દુત બની રહ્યાં હતા અને તેઓની ઉચ્ચકક્ષાએ અને સરકારમાં પણ નોંધ લેવામાં આવી છે. પ્રદિપસિંહ જાડેજાએ પ્રજાજાગ વહેતો કરેલો સંદેશો આ રહ્યો…
ના…તુમ…ઘર..સે નિકલના, ના હમ કહી દુર..જાયેગે..,
અપને..અપને..હિસ્સે કી દોસ્તી નિભાયેગે,
બહુત અચ્છા લગેગા, જીંદગી કાયે સફર,
આપ વહાસે યાદ કરના, હમ યહા સે મુસ્કુરાયેગે…,
આપને મિલના જરૂરી નહીં, આપકા હોના જરૂરી હૈ ા
ઘર મે રહે સુરક્ષિત રહે, આપ સુરક્ષિત-સમાજ સુરક્ષિત,
સલામત જૂનાગઢ, અને ચોંકન્ની જૂનાગઢ પોલીસ આપની સુરક્ષા માટે ચૌકન્ની છે.