નયારા એનર્જી દ્વારા દેવભૂમિ દ્વારકા, જામનગર જીલ્લામાં બાર હજાર ફૂડ કિટસનું વિતરણ

0

હાલ રાજ્યમાં લોક ડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે આ સેવાયજ્ઞમાં ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલી અને વિશ્વકક્ષાની રિફાઇનરી નયારા એનર્જી દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં અનેકવિધ જીવનજરૂરી ચીજવસ્તુઓની બાર હજાર નંગ કીટ તૈયાર કરાવી રિફાઇનરીની નજીકમાં આવેલા ગામો તથા આસપાસના વિસ્તારોમાં તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના નાગરિકોને માસ્ક મળી રહે તે માટે વાડીનાર સેન્ટર સાથે સંકળાયેલી ૧૪૦ મહિલાઓને આજીવિકા મળી રહે તેવું સુંદર કાર્ય પણ કંપનીના સહયોગથી હાથ ધરવામાં આવ્યું છે. ખાનગી કંપનીની આ લોકલક્ષી સેવાકીય પ્રવૃત્તિ ભારે આવકારદાયક બની રહી છે.