જૂનાગઢમાં ઘણા સારા અને જાણીતા કલાકારો રહે છે. ઓનલાઈન સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, યુટયુબ, ઈન્સટાગ્રામ, ટીકટોકમાં પણ ઘણ સારા કન્ટેન ક્રિએટર જૂનાગઢમાં આવે છે. જૂનાગઢમાં આવેલ સંસ્થા સ્વપ્ન યુવા વિકાસ મંડળ દ્વારા લોકડાઉન પહેલા અલગ અલગ શાળા, કોલેજ અને સંસ્થાઓમાં જઈને સેમીનાર અને ટ્રેનિંગ પ્રોગ્રામ દ્વારા સરકારી યોજનાઓની માહિતી આપતા હતા. લોકડાઉન દરમ્યાન લોકોને ઘરે બેઠા બધી સરકારી યોજના વિષે માહિતી મળી શકે એ માટે સ્વપ્ન યુવા વિકાસ મંડળ દ્વારા યુટયુબ ચેનલ શરૂ કરી છે જેનું નામ એચ વી વર્લ્ડ રાખ્યું છે. ભારત સરકારનાં યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયનાં નેહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા આરોગ્ય સેતુ અને દિક્ષા એપની પ્રચાર પ્રસારની કામગીરી સરૂ છે. આ કાર્યમાં સ્વપ્ન યુવા વિકાસ મંડળ પોતાનો સહયોગ આપી શકે એ માટે આરોગ્ય સેતુ અને દિક્ષા એપનાં ફાયદા અને એનો ઉપયોગ કેવી રીતે કરવો અને લોકડાઉનનાં સમયમાં શું કરવું ? જેવા વિષય ઉપર સ્વપ્ન યુવા વિકાસ મંડળનાં પ્રમુખ હર્ષદ વાજાએ ગુજરાતી ભાષામાં બધાને સમજાય એ રીતે અલગ અલગ વિડીયો બનાવીને પોતાની યુટયુબ ચેનલમાં મુકયા છે. આરોગ્ય સેતુ એપ કોરોનાની માહિતી આપવા માટે બનાવી છે અને દિક્ષા એપ ઘરે બેઠા પુસ્તકો વાચી શકાય અને ઘણા બધા કોર્સ પણ કરી શકાય છે. વધુ માહિતી માટે તમે યુટયુબ ઉપર સર્ચ કરી શકો છો અને વિડીયો જાઈ શકો છો. જૂનાગઢનાં યુવાનોનાં આ પ્રયત્નથી ગુજરાતનાં બીજા લોકોને પણ આ માહિતી ગુજરાતીમાં ઘરે બેઠા મળી શકશે તેમ યાદીમાં જણાવેલ છે.