સમગ્ર દેશમાં અનેક દેવસ્થાનો અને ધાર્મિક સ્થળો એવા છે કે જયાં લોકોની આસ્થાનું કેન્દ્ર રહેલું છે. મોટાભાગનાં દેવ મંદિરોમાં કરોડોની આવક પણ થતી હોય છે આજે જયારે દેશને નાણાંકીય ભંડોળની આવશ્યકતાં છે ત્યારે આવા દેવસ્થાનોમાં રહેલા નાણાં તેમજ સોનાને પણ સરકારી તંત્ર દ્વારા કબ્જે લઈ અને તેનો જરૂરીયાત મુજબ ઉપયોગ કરવાની લાગણી અને માંગણી દેશવાસીઓમાં પ્રવર્તી રહી છે. કોરોનાની મહામારી સમયે અર્થવ્યવસ્થામાં પ્રાણ ફુંકવા માટે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં નેતા પૃથ્વીરાજ ચૌહાણે મહત્વપૂર્ણ ઉપાય સુચવ્યો છે. દેશનાં સર્વ દેવસ્થાનોનાં ટ્રસ્ટમાં પડી રહેલું સોનું કેન્દ્ર સરકારે તુરત કબ્જામાં લેવું જાઈએ તેમ તેમણે સુચન કર્યુ છે.