કેશોદનાં શેરગઢ ગામે મારામારીનો બનાવ, પાંચથી વધુ ઘાયલ

0

કેશોદ તાલુકાના શેરગઢ ગામે તળાવ ઉંડુ કરવા બાબતે બે જુથ વચ્ચે મારામારીનો બનાવ બનતા શેરગઢમાં અજંપા જેવી સ્થિતિ સર્જાતી જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્‌યા હતા. શેરગઢ ગામે હાલમાં તળાવ ઉંડુ કરવાનું કામ શરૂ હોય જે બાબતે તળાવની નજીક રહેતા પ્રવિણ નારણ વાળાએ રજૂઆત કરી હતી કે અગાઉ આ તળાવમાં બાળકો ડુબવાના બનાવ બન્યા છે અને હજુ તળાવ ઉંડુ થશે તો વધુ બાળકો ડુબવાના બનાવો બનશે જે બાબતની રજૂઆત કરી તળાવનું કામ બંધ કરવા જણાવતા મોહન નારણ દયાતર સહીત પંદર જેટલા લોકોએ સરપંચના કહેવાથી એકસંપ કરી મહીલાની છેડતી કરી જ્ઞાતી પ્રત્યે હડધુત કરી માર મારી વૃદ્ધા પાસેથી એક હજાર રૂપીયા ઝુંટવી લેવા સહીત બનાવ બનતા મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલ ઈજાગ્રસ્તોને કેશોદ અને માળીયા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જે બનાવ બાબતે પોલીસ દ્વારા નિવેદનો લીધા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવશે. દરબારો અને દલિતોના ટોળાં આમને-સામને આવતાં ગામમાં અજંપો છવાયો હતો. પોલીસને તાત્કાલિક જાણ થતાં પોલીસે મોરચો સંભાળી લઇ સ્થિતિને વધુ વણસતી અટકાવી દઇ બધું થાળે પાડી દીધું હતું. લોકોના ટોળેટોળા ઉમટી પડ્‌યા હતા જે બાબતે જાહેરનામા ભંગ બદલ પણ અનેક લોકો સામે જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધાઈ તેવી પણ શક્યતા સેવાઇ રહી છે.

error: Content is protected !!