જૂનાગઢ જીલ્લામાં કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે સમાવિષ્ટ વિસ્તારો

0

જૂનાગઢ સહિત જીલ્લાનાં વિવિધ વિસ્તારોમાં કે જ્યાં કોરોના પોઝિટીવ વિસ્તારો આવ્યા છે તેવાં વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. ભેંસાણ તાલુકાનાં વિવિધ વિસ્તારોને અગાઉ કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. જયારે મધુરમ વિસ્તારમાં ૧ યુવાન કોરોના પોઝિટીવ આવતાં પાંચ જેટલી સોસાયટીઓને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિસાવદર તાલુકાનાં પ્રેમપરા, બરડીયા સહિતનાં વિસ્તારોને પણ કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. જયારે માળીયા હાટીનાં તાલુકાનાં કડાયા ગામના રેવન્યુ સર્વે નંબર ૧૯ર અને ૧૯૩ની ખેતીની જમીનના સમગ્ર વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે. જ્યાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ રહેશે. જીવન જરૂરી ચિજવસ્તુઓ સામાજીક સંસ્થાઓએ જે-તે વિસ્તારમાં જરૂરતમંદોને જરૂર હોય તો સ્થાનીક પોલીસ તંત્રનાં સંપર્કમાં રહીને કાર્ય કરી શકાશે.

error: Content is protected !!