જૂનાગઢ જીલ્લામાં કુલ ૧ર કેસ માંગરોળમાં ૧ કોરોના પોઝીટીવ

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના વાયરસની મહામારીનાં સંક્રમણને રોકવા તકેદારીનાં સંપૂર્ણ પગલા લેવામાં આવી રહયા છે. દરમ્યાન ગ્રીન ઝોનમાં રહેલા જૂનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ ૧ર કેસો કોરોના પોઝીટીવ છે જેમાંથી ૪ કેસોને ડીસ્ચાર્જ કરી નાંખવામાં આવેલ છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર માંગરોળનાં ઝરીયાવડમાં ૩૪ વર્ષીય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. આ સાથે માંગરોળમાં કુલ બે પોઝીટીવ કેસ નોંધાયા છે. દરમ્યાન ઝરીયાવડની આ મહિલા મુંબઈથી આવી હોવાનું જાણવા મળી રહયું છે. આમ ઝરીયાવડનો વધુ એક કેસ નોંધાતા કુલ પોઝીટીવ કેસની સંખ્યા ડઝને પહોંચી છે. જયારે ૪ને ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. દરમ્યાન આરોગ્ય વિભાગે સેમ્પલ લેવાની તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં રહેલા લોકોનાં હેલ્થ ચેકઅપની કામગીરી જારી છે.

error: Content is protected !!