Monday, January 18

ગિરનારના ૯૯૯૯ પગથિયાં ઉદયન મંત્રીએ બનાવ્યા હતા, જાણો તેનો આખો ઇતિહાસ

જૂનાગઢની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગિરનાર, ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે. ગિરનારની ટોચ ઉપર દત્તાત્રેય ભગવાનનો વાસ છે. તમે પણ ઘણી વખત ગિરનારના પગથિયા ચડીને દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા માટે ગયા હશો, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધા પગથિયા કોણે બનાવ્યા ? કેવી રીતે બનાવ્યા ? તો ચાલો જાણીએ તેનો પૂરો ઇતિહાસ. મિત્રો ગિરનાર તથા તેના પગથિયાના બાંધકામ સાથે એક મોટો ઇતિહાસ જોડાયેલો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. આખું વર્ષ લોકો અહીં યાત્રા કરવા માટે આવે છે અને દેવદિવાળીને સમયે લોકો લીલી પરિક્રમાનો પણ આનંદ માણે છે. આ વાત સદીઓ પહેલાની છે કે જ્યારે ગુજરાતને વિજય બનાવીને ઉદયન મંત્રી રણછાવણીમાં પોઢ્યા હતા. પરંતુ યુદ્ધના કારણે તેનું શરીર જખમી બની ગયું હતું. દૂધમાંથી વિજય બનીને પાછા આવતી વખતે તેઓ મૃત્યું પામ્યા હતા આ સમય દરમ્યાન તેણે પોતાના પુત્રને એક પત્ર આપ્યો હતો. જ્યારે તેના પુત્ર આ સંદેશ વાંચ્યો ત્યારે તેમાં જણાવ્યું હતું કે “મારી ઈચ્છા એ છે કે શેત્રુંજય ઉપર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરૂ અને ગિરનાર તીર્થ ઉપર હું પગથિયાં કંડારૂ.” પિતાનો આ સંદેશ વાંચીને તેના પુત્ર બાહડ મંત્રીએ શેત્રુંજય ઉપર યુગાદિદેવનું મંદિર બનાવડાવ્યું. તેમને મહામાત્ય ઉદયનની એક ઈચ્છા તો પૂરી કરી. પણ હવે ગિરનાર તીર્થ ઉપર પગથિયાં બનાવવાનું બાકી હતું. એ ઈચ્છા પૂરી કરવાની બાકી હતી. તેના પિતાના જણાવ્યા અનુસાર બાહડ મંત્રી ગિરનાર ઉપર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા હતા. અહીં તેઓએ પર્વત ઉપર ઉચી ખડકો અને ભેખડો જોઈ. તેઓએ પર્વતનો વિરાટ ઘેરાવો અને વાદળ સાથે વાત કરતાં શિખરો જોયા. તેઓ આ બધું જોઈને શરૂઆતમાં મૂંઝાઈ ગયા કે આટલા બધા વિરાટ પર્વત ઉપર રસ્તો કઈ રીતે બનાવો. તેઓની સાથે આવેલા શિલ્પીઓએ ઘણી બધી મહેનત કરી પરંતુ કોઈને સમજાતું ન હતું કે રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી. બાહડ મંત્રીએ ખૂબ જ વિચાર્યું અને ખૂબ માથાકૂટ કરી તેમ છતાં તેને સમજાતું ન હતું કે ગિરનાર માટેનો રસ્તો ક્યાંથી પસાર કરવો. ત્યારબાદ તેને ગિરનારની રક્ષા કરનાર માં અંબાની યાદ આવી. તેઓ સંકલ્પ કરીને માતા અંબાના ચરણોમાં બેસી ગયા. તેના મનમાં માત્ર એક જ વાત હતી કે એ માતા તું મને રસ્તો બતાવો કે હું કેવી રીતે ગિરનાર ચડવાના પગથિયા બનાવી શકુ. જેથી હું મારા પિતાને આપેલ વચનમાંથી મુક્ત થઈ શકું. તેઓએ માતાના આશિર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યો, દિવસો વીતવા લાગ્યા ત્રણ દિવસ થઈ ગયા મંત્રીને વિશ્વાસ હતો કે અણધારી રીતે માતા મારી આ સમસ્યાનો ઉકેલ જરૂર લાવશે અને બન્યું પણ એવું જ તેમનો વિશ્વાસ સાચો ઠર્યો. ત્રીજા ઉપાસના અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્તે અક્ષત વેરતી જાઉં, એ રસ્તે પગથિયાનું સર્જન કરજે. આ સાંભળીને મંત્રી ખૂબ ખૂશ થયા. વાતાવરણની અંદર આનંદ છવાઈ ગયો. માતા અંબિકા ગિરનારમાં મુશ્કેલ રસ્તાઓ વચ્ચે ચોખા કરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયાના ટાકણા પડતા ગયા. એક ક્ષણ તો એવી પણ આવી કે જ્યારે વાતાવરણની અંદરટાંકણાઓનો ધ્વનિ જ ઘૂમી વળ્યો. આટલું કર્યા બાદ ઋણમુક્તિના આનંદથી બાહડ આનંદિત થઇ ગયો અને ત્રેસઠ લાખના ખર્ચા પછી ગિરનારના પગથિયાં બન્યા અને ગિરનારના તીર્થની વાટ કઈંક સહેલી થઈ. મિત્રો તમને જણાવી દઈએ કે આજે આપણે માત્રને માત્ર બેહદ મંત્રીના કારણે ગિરનારની જાત્રા આટલી આસાનીથી કરી શકીએ છીએ. એ માણસને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેણે ગિરનાર ઉપર પગથીયા બનાવડાવ્યા હતા. જેના લીધે આપણે ખૂબ આસાનીથી દત્તાત્રેયનાં દર્શન કરી શકીએ છીએ. જય ગરવો ગિરનાર.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!