સુરતનાં પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર વેશ પલટો કરી પોલીસ સ્ટેશને પહોંચી ગયા

0

રાજાશાહી યુગમાં અને ખાસ કરીને રાજકોટના રાજવી આદરણીય લાખાજીરાજબાપુ પોતાની પ્રજાને તંત્ર તરફથી કોઈ ફરિયાદ નથી ને તે જાેવા માટે રાતે વેશ પલટો કરી નીકળી સાચી પરિસ્થિતિથી માહિતગાર થતાં. રાજાશાહીની આ તંદુરસ્ત પધ્ધતિ ખૂબ સફળ બની હતી. લોકશાહી સમયે આવી પ્રચલિત પધ્ધતિનો ઊંડો અભ્યાસ સાથે સુરતને ડ્રગ્સ અને ક્રાઇમ ફ્રી શહેર બનાવવા માટે ઝઝૂમતા પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા પણ વેશ પલટો કરી પોલીસ મથકની લીધેલ મુલાકાતથી દરેક પોલીસ મથક સાથે તમામ સ્ટાફ અને અધિકારીઓ એલર્ટ બન્યા છે. સીપી અજય કુમાર તોમરે ટ્રેક સુટ માથે ગરમ ટોપી અને ગળામાં મફલર સાથે પોતાની કાર તથા કમાન્ડોને ખૂબ દૂર રાખી કતારગામ પોલીસ મથકે ફરિયાદી બની પહોંચી ગયા. તેઓ એક રૂમમાં ગયા ત્યાં પોલીસ સ્ટાફ એક ફરિયાદ દાખલ કરવામાં વ્યસ્ત જણાયો. આ પછી તેવો બીજા રૂમમાં ગયા અને એ રૂમમાં એક મહિલા પોતાના લાપતા બનેલ પતિની ફરિયાદ આપવા આવેલ હતી. પોલીસ કમિશ્નરને રૂબરૂ કદી જાેયા ન હોવાથી ફરજ ઉપરના પોલીસ સ્ટાફ ચૌધરીને થયું કોઈ ફરિયાદ માટે કોઈ નાગરિક આવ્યા લાગે છે એટલે કંઈ પૂછ્યા વગર પોતાના ગૂમ થયેલ પતિની ફરિયાદ આપવા આવેલ મહિલાને સાંભળવા લાગેલ હતા. મહિલાની ફરિયાદ સાંભળ્યા બાદ ચૌધરી દ્વારા મહિલા ફરિયાદીને તેમના ઘરની નજીક આવેલ ચોકીએ ફરિયાદ કરવા સૂચવ્યું. આ બધો તાલ શાંતિથી જાેઈ રહેલ પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરની ધીરજ હવે ખૂટી ગઈ હોય તેમ તુરત બોલ્યા ચોકીએ કેમ ? અહી ફરિયાદ કેમ નહી ? પોલીસની પ્રચલિત ભાષાને બદલે ફરજ ઉપરના પોલીસ સ્ટાફે ફરિયાદી મહિલાને પૂછ્યું આ ભાઈ તમારી સાથે આવ્યા છે ? વધુ કંઇ પૂછપરછ કરે તે પહેલા અજયકુમાર ચૌધરીએ પોતાની ઓળખ આપતાં જણાવ્યું કે હું સુરત પોલીસ કમિશ્નર છું. એટલું સાંભળતા જ એ પોલીસ સ્ટાફ હલબલી ઉઠ્‌યા હોય તેમ ફટાફટ ઊભા થઈ સાવધાન બની સેલ્યુટ કરી હતી અને ત્યારબાદ માફી માંગી. પોલીસ કમિશ્નરે તુરત પોલીસ મથકમાં જ ફરિયાદ લેવડાવી આવી ભૂલ ન કરવા તાકીદ કરી અને સાથે જ ફરિયાદી મહિલાને આશ્વાસન આપી તેમના પતિને શોધવા ખાત્રી આપવા સાથે ટીમો કામે લગાડી. આ ઘટના ખૂબ ચર્ચાસ્પદ બની છે. અત્રે યાદ રહે અમદાવાદ સીપી સંજય શ્રીવાસ્તવ અને રાજકોટ સીપી મનોજ અગ્રવાલ પણ આ રીતે વેશ પલટો કરી પરિસ્થતિનો અભ્યાસ કરવા નીકળ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews