કોડીનાર તા.રર
કોડીનાર તાલુકાના પનોતા પુત્ર ઋતુલ છગે ૨૦૨૧માં NEETની પરીક્ષામાં ભારત લેવલે પમો અને ગુજરાત લેવલે પ્રથમ ક્રમ મેળવી કોડીનારનું ગૌરવ વધારતા શ્રી સોમનાથ સાયન્સ એકેડેમી કોડીનાર ખાતે ઋતુલ છગના અભિનંદન માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોડીનાર તાલુકાના પનોતા પુત્ર ઋતુલ છગે ૨૦૨૧માં લેવાયેલ NEETની પરીક્ષામાં ૭૨૦ માર્કસમાંથી ૭૧૫ માર્કસ મેળવી સમગ્ર ભારતમાં ૫માં રેન્ક અને ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ તે બદલ તેમનું અને તેમના વાલી ગણનું સન્માન સોમનાથ સાયન્સ એકેડેમી કોડીનાર ટ્રસ્ટી કરસનભાઈ સોલંકી અને સ્ટાફગણ દ્વારા કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહ બાદ ઋતુલ છગએ સોમનાથ સાયન્સ એકેડેમીના ધો.૧૧-૧૨ના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી પોતાની બે વર્ષની મહેનત વિષે જણાવી, કઈ રીતે NEETમાં સારા માર્કસ લાવી શકાય તે અંગે પોતાના અનુભવો દ્વારા સચોટ માર્ગદર્શન આપી સખ્ત મહેનતને સફળતાની ચાવી ગણાવી વિદ્યાર્થીઓને કોઈપણ જાતનો ભય રાખ્યા વગર સખ્ત મહેનત કરી NEETની પરીક્ષા પાસ કરવા ઉત્સાહિત કર્યા હતા. આ તકે સોમનાથ એકેડેમીના ટ્રસ્ટી કરસનભાઈ સોલંકીએ પણ વિદ્યાર્થીઓને NEET ટોપર ઋતુલ છગમાંથી પ્રેરણા મેળવી શાળા અને કોડીનારનું ગૌરવ વધારવા ઉત્સાહિત કરી વિદ્યાર્થીઓને સોમનાથ સાયન્સ એકેડેમી ખાતે સર્વશ્રેષ્ઠ દ્ગઈઈ્ની પૂર્વ તૈયારી કરવા વિદ્યાર્થીઓને ખાત્રી આપી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews