શ્રી હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત રામનવમીની શોભાયાત્રામાં જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા વિશ્વના કલ્યાણ અર્થે ફલોટ દ્વારા યોજાયેલ શાંતિ યજ્ઞ

0

“માનવ સેવા એ જ પ્રભુ સેવા” નાં સૂત્રને સાર્થક કરતું જૂનાગઢનું ગિરનારી ગ્રુપ : ડો. ચિંતન યાદવ એમ.ડી.(આસ્થા હોસ્પિટલ), ગિરનારી ગ્રુપની સેવા વંદનીય છે : ડો. ચિરાગ માકડીયા(આયુષ હોસ્પિટલ)

જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દતાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, તારીખ ૬ ને રવિવારના રોજ ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજના અવતરણ દિવસની ઉજવણી ભક્ત ગણો દ્વારા શહેરમાં આવેલા ભગવાન શ્રી શ્રીરામના મંદિરોમાં જઈને સુશોભન, સેવા, પૂજા, અર્ચન કરીને રામ ધુન બોલાવવા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજીને કરવામાં આવી હતી. શ્રી હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ ઉપરકોટ પાસે આવેલ ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજના મંદિરેથી બપોરના ચાર વાગે ધાર્મિક વિધિ, મંત્રોચ્ચાર કરીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવેલ હતું. આ શોભાયાત્રામાં જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા વિશ્વના કલ્યાણ અર્થે શાંતિ યજ્ઞના ફલોટનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. યજ્ઞ નો પ્રારંભ બાળ સ્વરૂપ રામ, લક્ષ્મણ અને સીતામૈયાના સાનિધ્યમાં ભૂદેવોએ શાસ્ત્રોક વિધિ કરીને શરૂ કર્યો હતો. જેમાં સમીરભાઈ દવે, દેવાંગભાઈ પંડ્યા, રાહુલભાઈ ભટ્ટ, લલીતભાઈ ગેરીયા, સંજયભાઈ બુહેચા સહિતનાઓએ આહુતીઓ આપી વિધિવત રીતે યજ્ઞ પૂર્ણ કરેલ હતો. સાથે ફલોટ ની ફરતે રક્તદાન મહાદાન, વૃક્ષ વાવો પૃથ્વી બચાવો, બેટી બચાવો બેટી પઢાવો સહિતના શું વિચારો લોક જાગૃતિ માટે મૂકવામાં આવેલ હતા. સાથે ભક્ત ગણો માટે પાણી, શરબત, શુકીભાજી, કેળા, પંજરીની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. આ શોભાયાત્રામાં વિવિધ સંસ્થાઓ, મંડળો, ગૃપો દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજના ફ્લોટો સહિત અનેક પ્રકારના વિવિધ ફલોટોસની પ્રતિકૃતિઓ બનાવીને શોભાયાત્રામાં જાેડાયેલી હતી. જે શહેરના ઉપરકોટ થી શરૂ કરીને જગમાલ ચોક, દિવાન ચોક, માલીવાડા, પંચ હાટડી ચોક, આઝાદ ચોક, વણઝારી ચોક, એમ. જી. રોડ, કાળવા ચોક થઈને જવાહર રોડ પર આવેલ ચૈતન્ય હનુમાનજીના મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવેલ હતી. આ રૂટ પર શોભા યાત્રા દરમિયાન ભક્તગણોને પાણી, સરબત, ઠંડા પીણા તેમજ નાસ્તારૂપી પ્રસાદીની સેવક ગણો દ્વારા જુદી જુદી જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ શોભાયાત્રામાં ધર્મપ્રેમી જનતાએ તમામ ફલોટસોના દર્શન કરી ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજનો જય જયકાર કરીને પુણ્યનું ભાથું બાંધી પંજરી રૂપી પ્રસાદી ગ્રહણ કરેલ હતી. ગિરનારી ગ્રુપ દ્વારા શોભાયાત્રામાં જે ફોલટ્સ બનાવવામાં આવેલ હતો. તેમાં ગ્રુપના સભ્યઓ દિનેશભાઈ રામાણી, જગદીશભાઈ દતાણી, ભરતભાઈ સંપટ, ચિરાગભાઈ કોરડે, હરિભાઈ કારીયા, સંદીપભાઈ ઘોરડે, રામદેવભાઈ ખેર, શુભભાઈ વાઢીયા, વેદભાઈ બારૈયા, સુરેશભાઈ વાઢીયા, કિર્તીભાઈ પોપટ, કિશોરભાઈ પટોળીયા, પરાગભાઇ ભુપ્તા, સમીરભાઈ ઉનડકટ, સુધીરભાઈ રાજા, વત્સલભાઈ કારીયા, વિપુલભાઈ બુદ્ધદેવ, નરેન્દ્રસિંહ ચુડાસમા, કિરીટભાઈ તન્ના, અક્ષિતભાઈ કુબાવત, ઋતિકભાઈ ગજ્જર, પરેશભાઈ ઉનડકટ, મનીષભાઈ રાજા, નિલેશભાઈ દેવાણી, કશ્યપભાઈ દવે, હરેશભાઈ મેરાવડા, પ્રણવભાઈ ભટ્ટ, સંજયભાઈ સોલંકી, આકાશભાઈ ગોહેલ, કલ્પેશભાઈ વસાણી સહિતના લોકોએ પોતાની સેવાઓ આપેલ હતી. તેમ યાદીના અંતે જણાવ્યું હતું.

error: Content is protected !!