શનિવારે હનુમાનજીના પ્રાગટયોત્સવ પ્રસંગે દ્વારકાના પંચમુખી હનુમાનજી મંદિરે શ્રેણીબદ્ધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

0
આગામી તા.૧૨-૪-૨૦રપ ને શનિવારના રોજ પવનપુત્ર શ્રી હનુમાનજીના પ્રાકટયોત્સવ પ્રસંગે દ્વારકાના ગાયત્રી મંદિર પાસે આવેલા શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે શ્રેણીબદ્ધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમની પ્રાપ્ત વિગતો અનુસાર સવારે ૧૦-૦૦ કલાકે સુંદરકાંડના પાઠ, બપોરે ૪-૦૦ કલાકે સત્યનારાયણની કથા, સાંજે ૬-૦૦ કલાકે શ્રી દ્વારકાધીશ ગોપીમંડળ તથા શ્રી ગોમતીઘાટ ગોપીમંડળના બહેનો દ્વારા સત્સંગ, સાંજે ૭-૩૦ કલાકે મહાઆરતી, રાત્રે ૮-૦૦ કલાકે બ્રહ્મભોજન, સંતભોજન તથા મહાપ્રસાદ, રાત્રે ૧૦-૩૦ કલાકે સંતવાણી સહિતના શ્રેણીબદ્ધ ધાર્મિક કાર્યક્રમો પંચમુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં યોજાશે. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા શહેરની ધર્મપ્રેમી જનતાને મંદિરના મહંત દયાદાસબાપૂ ગુરૂ શ્રી કિશોરદાસ બાપૂ તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
error: Content is protected !!