
બેટ શંખોદ્ધારમાં આવેલ આ હનુમાનજીનું મંદિર એ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જયાં પિતા હનુમાનજી તથા તેમના મકરધ્વજી पुत्र સાથે બિરાજે છે. સ્થાનિય ભાવિકોમાં આસ્થાનું પ્રતિક એવા આ મંદિરે દર વર્ષે હનુમાનજીની જન્મજયંતિના રોજ હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટે છે. આગામી શનિવાર તા.૧૨ એપ્રિલે ચૈત્રી પૂર્ણિમાના પવિત્ર દિવસે ઉદયા તિથિમિાં હનુમાન જયંતિની ભવ્ય ઊજવણી હજારો ભકતોની ઉપસ્થિતિમાં પરંપરાગત ઉત્સવો સાથે કરવામાં આવનાર હોય વ્યવસ્થા તંત્રની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
બેટ દ્વારકામાં હનુમાન જયંતી મહોત્સવ દ્વિદિવસીય અખંડ રામધૂન
આગામી તા.૧ર થી ૧૨ એપ્રિલ સુધી બે દિવસની અખંડ રામધુનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ૧૨ એપ્રિલના હનુમાન જયંતિના દિવસે સવારે ૭:૦૫ કલાકે હનુમાનજી મહારાજનો પ્રાગટયોત્સવ સાથે મંગલા આરતી બાદ સવારે ૧૦ વાગ્યે મંદિર પર ધ્વજારોહણ થશે. સવારે ૧૧ વાગ્યે અન્નકુટ દર્શન મનોરથનું પણ આયોજન કરાયું છે. ભકતગણ માટે બપોરે ૧ર કલાકથી સમુહ પ્રસાદીનું પણ આયોજન છે. તા.૧૩ એપ્રીલ રોજ સવારે ૧૦:૦૦ કલાકે દ્વિદિવસીય અખંડ રામધુનની પૂર્ણાહુતિ થશે.