દ્વારકાધીશ જગતમંદિર શિખર ઉપર નૂતન ધ્વજારોહણ કરાયું

યાત્રાધામ દ્વારકા ખાતે આજે ચૈત્ર સુદ અગિયારસના ભગવાન દ્વારકાધીશ તથા રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ ધામધુમથી ઉજવાયો હતો. તીર્થ પંડિતો દ્વારા શ્લોકોચ્ચાર સાથે ભગવાનની લગ્નવિધી યોજાઈ હતી. જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું. તેમજ સવારે દ્વારકાધીશ જગતમંદિરના શિખર ઉપર નૂતન ધ્વાજારોહણ પણ કરવામા આવ્યું હતુ.
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરથી ૨ કિમી. દુર આવેલ ભગવાનના મુખ્ય પટરાણી રૂક્ષ્મણીમાતાજીના મંદિરના પટાંગણમાં સાંજે ૭:૩૦ થી ૯:૦૦ વાગ્યા સુધી ધાર્મિક વિધિવિધાનથી દ્વારકાના બ્રામણ દ્વારા ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણી માતાજીના લગ્નવિધિ ધાર્મિક રીતરસમ અને શસ્ત્રોક્ત વિધિથી કરાવામાં આવી હતી. રૂક્ષમણી મંદિર પટાંગણમાં કુદ૨તી વાતાવરણમાં તીર્થ પંડિતો શ્લોકોચ્ચારથી કરાવાતી ભગવાનની લગ્નવિધિથી સમમ વાતાવરણ ભક્તીમય અને દિવ્ય બની ગયું હતું. ભગવાનના લગ્નનોત્સવમાં સામેલ થવાનો લહાવો લેવા બહોળી સંખ્યામાં સ્થાનિકો તથા બહારથી પધારતા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. લગ્નવિધિ બાદ ગુગળી બાહ્મણ જ્ઞાતિમાં ગ્રામજનો માટે જાન જમણવાર રાખવામાં આવ્યું હતું આ પહેલા સવારે દ્વારકાધીશ. જગતમંદિર શિખર ઉપર નૂતન ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું.