ક્ષેત્રીય મુલાકાત દ્વારા શિક્ષણ : રાજ્ય કક્ષાએ ઇનોવેશન ફેસ્ટિવલમાં નોંધ લેવાઈ : ગણિત વિજ્ઞાન જેવા અઘરા વિશેના બાળકો તેરે સહેલાઈથી શીખે તે માટે આ નવતર પ્રયોગ રજૂ કરાયો : આ ઈનોવેશન ફેરમાં જો આ પ્રયોગ ની નોંધ લેવાશે તો સમગ્ર રાજ્યમાં આ પ્રયોગ લાગુ કરાશે

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- ગીર સોમનાથ આયોજિત તાલાલા મુકામે, રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 અંતર્ગત રાજ્ય કક્ષાનો 10મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ-2025 યોજાયો હતો.જેમાં ગાંધીનગરથી GCERT સચિવ એસ. જે. ડુમરાળિયા,GCERT ઇનોવેશન સેલના કન્વીનર વૈશાલીબેન ચાવડા સહિત ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 40 ઇનોવેટીવ શિક્ષકોએ વર્ગખંડની સમસ્યાઓ, અભ્યાસ અને વિષયોને લગતી વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે શિક્ષણમાં ઇનોવેશન કરી નવતર પ્રયોગો રજૂ કર્યાં હતાં.
વિદ્યાર્થીઓ ગણિત -વિજ્ઞાન જેવા અઘરા વિષયોને સહેલાઈથી શીખી શકે અને તેમાં રસ-રુચિ કેળવાય તે માટે જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની, શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર -ચણાકા(ઉમરાળી) માધ્યમિક શાળાના ગણિત -વિજ્ઞાન વિષયના શિક્ષિકા મીરાબેન સતિષભાઈ વૈષ્ણવ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે ઇનોવેશન કરીને “ક્ષેત્રીય મુલાકાત દ્વારા શિક્ષણ” નો નવતર પ્રયોગ રજૂ કરવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષા બાદ સૌરાષ્ટ્ર ઝોન-2 કક્ષા માંથી પસંદગી પામેલ હતો.રાજ્ય કક્ષાએ આ નવતર પ્રયોગ ખૂબ જ ચર્ચિત અને પ્રશંસનીય હતો. આ તકે વૈશાલીબેન ચાવડા દ્વારા તેમનું પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારે મૂલ્યાંકન માટે આવેલ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ,વિવિધ જિલ્લામાંથી આવેલ, પ્રાચાર્યો,ડી.આઈ.સી. કો-ઓર્ડીનેટરો,શિક્ષકો તેમજ પીટીસી અને બી.એડ.કરતા તાલીમાર્થીઓએ પણ મુલાકાત લીધી હતી. ગુજરાત વન વિભાગ દ્વારા થતી પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં પ્રશિક્ષક તરીકે કાર્યકર્તા છે.બાળકોને પ્રકૃતિ પ્રેમી બનાવવા અને પર્યાવરણનું સંરક્ષણ જેવા કાર્યોમાં તેમનું મોટું યોગદાન છે.નીડરતા અને સાહસના ગુણોને કારણે માનનીયશ્રી ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબે વ્યક્તિગત એવોર્ડ આપી સન્માનિત કરેલ હતા.ઘણી વિશિષ્ટ સિદ્ધિ બદલ શિક્ષિકા મીરાબેન વૈષ્ણવને શિક્ષણ, આરોગ્ય,પર્યાવરણ,વિજ્ઞાન ક્ષેત્રે એવોર્ડ્સ અને સન્માનપત્ર મળેલા છે.
Box -1
સો શિક્ષકો બરાબર એક માતા, સો માતા બરાબર એક પ્રવાસ.
નવીનત્તમ ટેકનોલોજી નાં સ્માર્ટ યુગમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રે,કૃષિ ક્ષેત્રે,દરિયાઈ ક્ષેત્રે તેમજ ઐતિહાસિક અને ભૌગોલિક સ્થળોથી માહિતગાર થાય તે હેતુથી વિવિધ જગ્યાએ ક્ષેત્ર મુલાકાત થકી શિક્ષણ આપે છે. વિધાર્થીઓને વર્ગખંડ થી લઈને વિવિધ વૈજ્ઞાનિકો સાથે મુલાકાત, અમદાવાદ અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર સેક-ઈસરોની વિવિધ લેબ, પ્લાઝમા સંશોધન સંસ્થા અને ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા,ગાંધીનગર તેમજ અંતરિક્ષ વિભાગના વિવિધ યુનિટ,વિવિધ સાયન્સ સીટી,ખોજ મ્યુઝિયમ,સાસણ ગીર ફોરેસ્ટ સેન્ચ્યુરી અને નેશનલ પાર્ક,પ્રકૃતિ શિક્ષણ શિબિરો,મરીન નેશનલ પાર્ક-નરારા અને પોશીત્રા જેવા ટાપુઓ,વિવિધ અભ્યારણો,એગ્રીકલ્ચર ની વિવિધ લેબ,હેરિટેજ કલ્ચરલનો અતુલ્ય વારસો,ઔદ્યોગિક કંપનીઓ,આરોગ્ય વિભાગના યુનિટોની મુલાકાત કરાવી હતી. આ વર્ષે વિજ્ઞાન ક્ષેત્રમાં વિવિધ સ્પર્ધામાં 20થી વધુ વિધાર્થીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચેલ છે અને 1 લાખ સુધીના ઇનામો પણ મેળવેલ છે.
Box – 2
*અનુભવના આધારે શિક્ષણ આપવામાં આવે તો સહેલાઈથી શીખી શકે : શિક્ષિકા*
આ અંગે માધ્યમિક વિભાગમાં ઇનોવેશન રજૂ કરનાર શિક્ષિકા મીરાબેન વૈષ્ણવ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય નીતિ-2020 અંતર્ગત દફતર વગરના શિક્ષણની વાત કરવામાં આવેલી છે. જેમા ક્ષેત્રીય મુલાકાત અને વ્યવસાયલક્ષી શિક્ષણ 360 ડિગ્રી મૂલ્યાંકન અને અનુભવના આધારે શિક્ષણ આપવામાં આવે તો બાળક સાથે સહેલાઈથી સમજી શકે છે. આ 360 ડિગ્રી મૂલ્યાંકન કરવું એટલે કે બાળકો કંઈ સહેલાઈથી શીખી શકે તેને અભ્યાસમાં કેવી રીતે રુચિ લાગે અને બાળકોમાં વ્યવસાય શિક્ષણનું માર્ગદર્શન મળે તે રીતે તેનું મૂલ્યાંકન કરીને બાળકને આગળ વધારી શકાય છે.
Box- 3
300 થી વધુ TLM અને શિક્ષણni લખતા રમકડાઓ..
વિધાર્થીઓને ગણિત-વિજ્ઞાન અને ક્રિયાત્મક સંશોધન અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને વિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીઓ વધુ પ્રગતિ કરે તે માટે શાળા કક્ષાએ અગાઉના સમયમાં તેઓએ 300થી વધુ ભૌતિક વિજ્ઞાન આધારિત મોડેલો TLM અને રમકડાઓ બનાવેલા છે.જે નેશનલ કક્ષાના ટોયફેરમાં પણ પસંદગી પામેલ હતા.ગણિત -વિજ્ઞાનને સરળ બનાવવા ટેમ્પલેટ્સ આધારિત બુક્સ,વિવિધ પ્રકારના પ્રયોગો અને પ્રોજેક્ટની બુક છે.
Box – 4
સતત ત્રીજી વખત રાજ્ય કક્ષા
માં ઇનોવેશન ફેરમાં પસંદગી .
શિક્ષિકા મીરાબેન વૈષ્ણવના ઇનોવેશન દર વર્ષે જિલ્લા કક્ષાએ રજૂ થાય છે અને અગાઉ પણ રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેર માટે આ નવતર પ્રયોગ બે વખત પસંદગી પામેલ હતો. ત્યારે આ વર્ષે પણ અધ્યયન નિષ્પત્તિ સાથે વિષયના એકમો આધારિત ક્ષેત્રની મુલાકાતની બુક બનાવેલ છે.