પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા કરવામાં આવતી ગ્રામસેવકની ભરતીમાં કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસના વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવતા હતા પરંતુ તારીખ ૧૧-૧-૨૦૨૨ના રોજ વિભાગ દ્વારા ગ્રામસેવક ભરતી નિયમોમાં વધુ બે ઉચ્ચ ડિગ્રીઓનો સમાવેશ કરી દેવામાં આવતા કૃષિ ડિપ્લોમા અને બી.આર.એસ.ના વિદ્યાર્થીઓ આંદોલનની રણનીતિ તૈયાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓએ તા.૧૧-૧-૨૨ના અવિચારણીય પરિપત્ર બનતા પહેલા સંબંધિત વિભાગને અને મંત્રીઓને પત્ર દ્વારા જાણ કરી હતી અને મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા સંબંધિત વિભાગને આ બાબતે યોગ્ય કરવા જણાવેલ હતું. આમ છતાં વિદ્યાર્થીઓની રજૂઆતને વિભાગે ધ્યાનમાં લીધી ન હતી. કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને વિદ્યાર્થીઓ દ્વારા ભરતી ટલ્લે ન ચડે તે માટે અન્ય કોઈ પગલું ભરવાના બદલે પહેલા સચિવાલય ખાતે સંબંધિત વિભાગ, મુખ્યમંત્રી, મુખ્યસચિવ ગુજરાત, પંચાયત મંત્રી, અધિક સચિવ પંચાયત વિભાગ વગેરેને આ બાબતે રજુઆત કરી અને પોતાની માંગણીને સમજીને યોગ્ય કરવા રજુઆત કરી હતી, વિદ્યાર્થીઓની આ માંગણી લઈને અનેક ધારાસભ્યો અને સાંસદસભ્યોએ પણ સમર્થન આપ્યું છે. વધુમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, હજારો મધ્યમ અને ગરીબ પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે અને માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આવનારા સમયમાં ચોક્કસ રણનીતિ ઘડી અને આગેકૂચ કરવામાં આવશે અને ન્યાય મેળવવામાં આવશે અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં પણ તેની પુરી અસરો જાેવા મળશે તેવું અમારૂ માનવું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews