જૂનાગઢ જીલ્લાનાં ૭૩ શિક્ષણ સહાયકોને પ્રથમ માસથી પુરા પગારનો લાભ મળશે

0

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય દ્વારા જૂનાગઢ જીલ્લામાં ર૦૧૬માં ભરતી થયેલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયકોને કેમ્પ મારફતે પુરા પગારનાં હુકમો આપવામાં આવેલ હતાં. જાન્યુઆરી માસમાં ૭૩ શિક્ષક ભાઈ-બહેનોને ચાલુ માસથી પુરા પગાર ભથ્થાનો ડેટા ઈન્ડીક્ષ-બીને ગઈકાલે પહોંચતો કરી આપેલ છે. તેથી પાંચ વર્ષ પુરા થયાનાં પ્રથમ માસથી પુરા પગારનો લાભ મળશે. આ કામગીરી કરનાર રણવીરસિંહ પરમાર, એલ.વી. કરમટા સહીતના અધિકારી કર્મચારીઓને આર.એસ. ઉપાધ્યાયે ધન્યવાદ આપ્યા હતાં. જયારે ત્વરીત કામગીરી કરનાર આર.એસ. ઉપાધ્યાયનો વેજાભાઈ પીઠીયા, નિલેશભાઈ સોનારા સહીતનાએ આભાર વ્યકત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!