આવતીકાલે શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ સોશ્યલ મીડિયાના માધ્યમથી ઉજવાશે

0

શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી તારીખ ૨૧-૧-૨૨ના રોજ પંચવર્ષીય પાટોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિ અને લોકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં લઈને નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ સોશ્યલ મીડિયાના માધ્યમથી ઉજવવાનું આયોજન કરાયું છે. તારીખ ૨૧ જાન્યુઆરી લેઉવા પટેલ સમાજ માટે ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક દિવસ હોય શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ નિમિત્તે ૨૧ જાન્યુઆરીના દિવસે ખોડલધામ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત ૧ કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે. તેમજ ધ્વજારોહણ, મહાઆરતી, સમાજ શિરોમણી નરેશભાઈ પટેલનો સમાજ જાેગ સંદેશો ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધી સોશ્યલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી આપવામાં આવશે. જે મહાસભાનું આયોજન કરેલ છે તે મહાસભા હાલ મોકૂફ રાખેલ છે. જેની નવી તારીખ સમય, સંજાેગો અને પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે શ્રી ખોડલધામ મંદિર સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર ૧૦૦૦૮થી વધુ સ્થળે મા ખોડલની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ચેન્નઈ, બેગ્લોર સહિતની જગ્યાએ માતાજીની આરતી કરવામાં આવશે. આ ઉપરાંત યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, સીંગાપુર, કેન્યા, ઝામ્બિયા, આફ્રિકાના દેશોમાં પણ ૨૧ જાન્યુઆરીના રોજ મા ખોડલની આરતીનું આયોજન કરાયું છે. શ્રી પંચવર્ષીય પાટોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળવા માટે ૧૦૦૦થી વધુ જગ્યાએ એલઈડી સ્ક્રીન અને અન્ય જગ્યાએ ટીવી સ્ક્રીન મૂકવામાં આવી છે. આ સાથે જ ૭ ટીવી ચેનલમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આમ મા ખોડલના ધ્વજારોહણ, મહાઆરતી અને નરેશભાઈ પટેલનો સમાજ જાેગ સંદેશો નિહાળવા માટે સોશ્યલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી લાખો જ્ઞાતિબંધુઓ જાેડાશે અને આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરી દરેક જ્ઞાતિબંધુઓ આ પાવન પ્રસંગના સાક્ષી બની ગૌરવ અનુભવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!