વેરાવળ સમસ્ત ફકીર સમાજની પ્રમુખ પદની ત્રણ વર્ષની મુદ્દત પુરી થતા વેરાવળ સમસ્ત ફકીર સમાજની ચૂંટણી વેરાવળ સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખની આગેવાનીમાં ચૂંટણી પંચ રચી ચૂંટણી કાર્યક્રમ યોજાયેલ જેમાં બે ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહેલ હતા. વેરાવળ સમસ્ત ફકીર સમાજના પ્રમુખ હાજી વલીશા રજબશા શાહમદરના પ્રમુખપદના ત્રણ વર્ષની મુદત પુરી થતા ચૂંટણી કાર્યક્રમ નક્કી કરાયેલ. આ ચૂંટણી વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અનવરભાઈ ચૌહાણની આગેવાનીમાં ચૂંટણી કમિટી નક્કી કરાયેલ હતી. જેમાં ઇકબાલભાઇ મુકામી, હનીફભાઇ રંગીલા, આમદભાઈ એલ. કે. એલ., ફકીર સમાજના ૪ સભ્યો મુસ્તાકભાઈ શાહમદાર, સલીમભાઇ શાહમદાર, બાનવા હનીફશા, રફાઈ મેહબૂબશા ચૂંટણી કમિટીના સભ્ય રહેલ હતા અને તા.૧૧-૧-રરના રોજ ફોર્મ ભરવાનો અને ઉમેદવારી પરત ખેંચવાની તા.૧૩-૧-રર ગુરૂવારના રોજ અને મતદાનની તા.૧૬-૧-રર રવિવાર સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી વેરાવળ સમસ્ત પટની જમાતખાના હોલ ખાતે રાખવામાં આવેલ અને મતદાન બાદ તુરંત પરિણામ જાહેર કરાયેલ હતું. આ ચૂંટણીમાં વેરાવળ ફકીર સમાજના ઉમેદવાર તરીકે વેરાવળના ફકીર સમાજના અને સૌરાષ્ટ્ર ગુજરાતના આગેવાન એવા વરિષ્ઠ હનીફભાઇ શાહમદાર (બાઘડા ) અને તેમની ટીમના સંપૂર્ણ સાથ સહકારથી જાગૃત પત્રકાર ઇકબાલ બિસ્મીલાહ બાનવા અને હરીફ ઉમેદવાર હારૂન રેહમાનશા બાનવા ઉમેદવારી નોંધાવી ચૂંટણી જંગમાં રહેલ અને તા.૧૬ ના રોજ સંપૂર્ણ શાંતિ અને ભાઈચારા સાથે શાંતિપૂર્ણ મતદાન સવારે ૯ થી સાંજના ૪ વાગ્યા સુધી કુલ ૬૨૦ મત પડેલ જેમાંથી ઇકબાલભાઇ બાનવાને ૩૮૭ અને હારૂનભાઈને ૨૨૩ મત મળતા ઇકબાલભાઇ બાનવાને ૧૬૪ મતે જંગી લીડથી ચૂંટણી પંચ દ્વારા વેરાવળ ફકીર સમાજના પ્રમુખ તરીકે ૩ વર્ષ માટે જાહેર કરાતા મુસ્લિમ સમાજના પ્રમુખ અનવરભાઈ ચૌહાણે શાલ ઓઢાડી તેમને શુભકામનાઓ પાઠવેલ હતી. આ જાહેરાત સાથે જ ફકીર સમાજના યુવાનો અને કાર્યકરોએ તાળીયોના ગડગડાટથી ફુલહાર પહેરાવી આ જીતને વધાવેલ હતી. ફકીર સમાજની આ ચૂંટણી અનવરભાઈ પટેલની આગેવાનીમાં સુલેહ શાંતિ અને ભાઈચારા સાથે પૂર્ણ થયેલ હતી. આ ચૂંટણીમાં ઇકબાલભાઇને વિજય બનાવવા માટે હનીફભાઇ બાઘડા, વલીશા રાજબશા, મુન્ના ગરીબશા રફાઈ, સલીમભાઇ વાણીયા, આમદભાઈ ભૂરા, આરીફબાપુ જે. એમ., મુસ્તાક શાહમદાર, સફીકભાઈ શાહમદાર, ગફાર બાનવા, ઈરફાનભાઈ સરપંચ, એમ. એ. બાનવા, હનીફભાઇ સર્વદી, આરીફ આર. બાનવા, રિયાઝ કારી, ઈકબાલ બાનવા સુપાસી, મેહબૂબ શાહમદાર, જાવિદભાઈ શાહમદાર, સલીમ એ. બાનવા, હનીફશા ડારી, હારૂનશા બાનવા ડારી, મહીયુદ્દીન એમ.બાનવા, નવાઝ એસ. બાનવા, શાહનવાઝ જી. બાનવા, મોહીન જી. બાનવા, અલફેઝ જી. બાનવા, એઝાઝ એમ. બાનવા, સોયબ બાનવા, ફરીદ વાય. બાનવા સહિતના યુવાનોએ જહેમત લઇ ઇકબાલભાઇ બાનવાને વિજય બનાવેલ. ઇકબાલભાઇ બાનવા ફકીર સમાજમાં પ્રમુખ તરીકે વિજય થતા હનીફભાઇ બાઘડાના નિવાસ સ્થાને જિલ્લા મુસ્લિમ સમાજના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાના, તાલુકા મુસ્લિમ સમાજના પ્રમુખ મહમ્મદભાઈ તવાણી, તુરક સમાજના જાવિદભાઈ તાજવણી, તુરક સમાજના હનીફભાઇ ચૌહાણ, ઇમરાનભાઈ રામશા, મહમ્મદભાઈ સોરઠીયા, ગફારભાઈ ચાંચીયા, ઇમરાન જમાદાર, ઇમરાનભાઈ મોન્ટી, હારૂનભાઈ સીડા, નૂરભાઈ રામશા સહીત તેમજ ઇકબાલભાઇના નિવાસ સ્થાને મેમણ સમાજના પ્રમુખ ફારૂકભાઈ સોરઠીયા, સફીભાઈ દલાલ, હનીફભાઇ ઝવેરી, આમદભાઈ સુપારીવાળા, ગોવિંદપરાના સરપંચ હનીફભાઇ તથા ગોવિંદપરાના પ્રમુખ જાવિદ મૌલાના, સીદિ મક્કા, ઇકબાલભાઇ, નૂરમહંમદ મકલાઈ, પ્રભાસ પાટણના યુસુફભાઇ પાકીઝા, બસીરભાઈ ગોહેલ, મુકેશભાઈ ચોલેરા, ભટ્ટભાઈ, કાજલીના ઇકબાલભાઇ સુમરા સહિતના આગેવાનો કાર્યકરોએ ઇકબાલભાઇને શુભકામના આપી શાલ ઓઢાડી સમાજના વિકાસ કાર્યોને આગળ વધારતા રહો તેવી શુભકામનાઓ પાઠવેલ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews