જૂનાગઢ જીલ્લામાં કોરોનાએ સદી ફટકારી : ૧૧૪ નવા કેસ નોંધાયા

0

કોરોનાનું સંક્રમણ સતત વધી રહયું છે ત્યારે જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે કોરોનાએ સદી ફટકારી છે. આરોગ્ય વિભાગે બહાર પાડેલી યાદી અનુસાર જૂનાગઢ શહેરનાં ૯પ, જૂનાગઢ તાલુકા -ર, કેશોદ-પ, ભેસાણ-૧, માળીયા-ર, મેંદરડા-૧, વંથલી-૪ અને વિસાવદર-૪ સહિત કુલ ૧૧૪ કેસ નોંધાયા છે. જયારે અગાઉનાં નોંધાયેલા કેસોમાંથી ગઈકાલે જૂનાગઢ શહેરનાં ૪૪ અને અન્ય તાલુકાનાં મળી પપ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!