Monday, May 29

ચાંપરડા બ્રહ્માનંદધામ ખાતે રૂા. ૧પ કરોડનાં ખર્ચે નિર્માણ થનાર શિવમંદિરનો સાધુ-સંતોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ

0

જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર તાલુકાનાં ચાંપરડા ગામે આવેલ બ્રહ્માનંદ ધામ ખાતે રૂા. ૧પ કરોડનાં ખર્ચે અખિલ ભારત સાધુ સમાજનાં પ્રમુખ પૂ. મુકતાનંદબાપુ દ્વારા નિર્માણ થનાર શિવમંદિરનો સાધુ સંતોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કરાયો હતો. જેમાં પૂ. મુકતાનંદબાપુ, પરબધામનાં પૂ. કરશનદાસ બાપુ, પૂ. શેરનાથબાપુ, પૂ. વલકુબાપુ, સતાધારનાં પૂ. વિજયબાપુ, ચોટીલાનાં પૂ. નરેન્દ્રબાપુ, વાકુનીધારથી કરૂણાનિધનદાસ બાપુ, પાળીયાદથી પૂ. ભયલુભાઈ, દ્વારકાથી પૂ. કેશવાનંદજીબાપુ, બોટાદથી પૂ. આભાનંદજી સહીતનાં સંતો અને ભકતોની ઉપસ્થિતિમાં શિલાન્યસવિધિ શાસ્ત્રોકવિધિ સાથે કરવામાં આવી હતી. પૂ. મુકતાનંદ બાપુએ જણાવ્યું હતું કે બ્રહ્માનંદ ધામ ખાતે નિર્માણ થઈ રહેલ આ મંદિરમાં શિવમંદિર તથા ગાયત્રી મંદિર અખાડાની પરંપરાની સાત ડેરીઓનું એક ભવ્ય મંદિર નિર્માણ પામશે. અત્રે ઉલ્લેખનીય છે કે સોરઠ પંથકમાં માનવ સેવા એજ પ્રભુ સેવા સુત્રને ચરિતાર્થ કરતા કરૂણામૂર્તિ ક્રાંતિકારી સંત પૂ. મુકતાનંદબાપુ દ્વારા ચાંપરડા ખાતે જય અંબે મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલ, વૃધ્ધાશ્રમ, અંધશાળા, ગૌશાળા સહીત સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. કાર્યક્રમનું સંચાલન પૂ. વિજયબાપુએ કર્યુ હતું. અને વ્યવસ્થા પૂ. સદાનંદબાપુ દ્વારા ગોઠવવામાં આવેલ હતી. મળતી વિગતો મુજબ આ નિર્માણ થઈ રહેલ મંદિરની સંપૂર્ણ દેખભાળ સતાધારનાં મહંત  પૂ. વિજયબાપુ કરી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!