ભવનાથ સ્થિત ૩૯ આશ્રમોને રેગ્યુલરાઈઝડ કરવા તંત્રને રજૂઆત

0

જૂનાગઢમાં ભવનાથ એટલે હિંદુઓની આસ્થાનું કેન્દ્ર બિંદુ છે. ભવનાથમાં હિન્દુધર્મના અનેક અસંખ્ય આશ્રમમાં આવેલા છે. તે પૈકીના હિન્દુઓના ૩૯ આશ્રમોને જૂનાગઢ મામલતદાર દ્વારા દબાણ અંગેની નોટીસ આપવામાં આવેલ હતી. સાંજે ૪ કલાકે દરેક આશ્રમના સંચાલકોને આધાર પુરાવા રજુ કરવા અંગે જણાવેલ હતું. દરેક આશ્રમના સાધુ-સંતો-મહંતો, સંચાલકોને મામલતદાર દ્વારા વ્યક્તિગત રીતે બોલાવવામાં આવેલ હતા. ત્યારબાદ તમામ આશ્રમના સંતોએ એકત્રિત થઈ મામલતદારને રજૂઆત કરેલ હતી અને છેલ્લા ૬૦/૭૦ વર્ષથી આશ્રમ ચલાવીએ છીએ તે અંગેના આધાર પુરાવા રજુ કરેલ હતા. આ તકે સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ શહેર મહામંત્રી તથા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના આશિષભાઈ રાવલ, વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી હિરેનભાઈ રૂપારેલીયા, યુવા સમસ્ત બ્રહ્મસમાજ જૂનાગઢ જીલ્લાના મહામંત્રી રવિભાઈ ઠાકર, સમસ્ત બ્રહ્મસમાજ જૂનાગઢ શહેરના ઉપપ્રમુખ કિશોરભાઈ ખંભાળિયા તથા સંતોએ તમામ ૩૯ આશ્રમોના સાધુ-સંતોને ટેકો આપેલ હતો અને મામલતદારને મળી અને ૩૯ આશ્રમોને રેગ્યુલરાઈઝડ કરી આપવા અંગે વિનંતી સાથે રજૂઆત કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!