શિયાળાની સીઝનમાં પણ બે વખત માવઠાની સ્થિતિ સર્જાયા બાદ ફરી એકવાર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને લીધે હવામાન વિભાગની સૂચના અનુસાર તારીખ ૧૯મી જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી રાજ્યભરમાં ખરાબ હવામાન તથા કમોસમી વરસાદની સંભાવના સાથે ભારે પવન ફુંકાવાની સ્થિતિ રહેનાર હોય, ફીશરીઝ વિભાગ દ્વારા કોસ્ટલ એરીયાના માછીમારોને સલામતી અંગે સૂચનો કરાયા છે. અને ફીશીંગ ઉપર ચાર દિવસ સુધી પ્રતિબંધ મુકાયો હોવા છતાં પણ આ નિયમોની ઐસીતૈસી કરી માછીમારો દરિયામાં ફીશીંગ કરી રહયા હોવાનું અને બીજી તરફ પેટ્રોલીંગ હોવા છતાં તંત્ર કુંભકર્ણ માફક નિંદ્રાધીન હોવાનું પણ જાેવા મળી રહયું છે ત્યારે કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? એવા સવાલો પણ ઉઠયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews