જૂનાગઢ શહેરમાં ભાજપ મંડલની બેઠકનો કાર્યક્રમ યોજાયો

0

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતભરમાં દરેક જિલ્લા અને મહાનગરમાં ૫૭૯ મંડલની બેઠક એક જ સમયે કરવામાં આવી હતી જે સમગ્ર ભારતના રાજકીય ક્ષેત્રમાં આ પ્રથમ ઘટના હતી. ગુજરાતના ૫૭૯ મંડલની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તથા ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલના મધ્યમથી જાેડાયા હતા અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. જે અનુસંધાને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગરના ૧૫ વોર્ડની બેઠકનું સફળતા પૂર્વક આયોજન થયું હતું. મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્મા, મહામંત્રી સંજયભાઈ મણવર, ભરતભાઇ શીંગાળા તથા શૈલેષભાઈ દવેની દેખરેખ હેઠળ વોર્ડની બેઠકો ૧ર વાગ્યે શરૂ થઈ હતી. જેમાં વોર્ડ-૧૨માં અધ્યક્ષ પુનિતભાઈ શર્મા, વોર્ડ-૭માં સંજયભાઈ મણવર, વોર્ડ-૬માં ભરતભાઇ શીંગાળા તથા વોર્ડ-૧૧માં શૈલેષભાઈ દવે હાજર રહ્યા હતા. બેઠકમાં આગામી ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે દરેક બૂથમાં પેજ સમિતિ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. શશિકાંતભાઈ ભીમાણી, સંજયભાઈ કોરડીયા, દમયંતીબેન રાઠોડ, ભરતભાઇ ગાજીપરા, હરેશભાઈ પરસાણા, શ્રેયાંશભાઈ ઠાકર, આધ્યાબેન મજમુદાર, રમેશભાઈ બાવળીયા, યોગીભાઈ પઢિયાર, હસમુખભાઇ ખેરાળા, કનકબેન વ્યાસ, ચંદ્રેશભાઈ હેરમાં, કિરણભાઈ પુરોહિત તથા જેઠાભાઇ ઓડેદરા દ્વારા દરેક વોર્ડમાં બેઠકો લેવામાં આવી હતી. સફળતા પૂર્વક બેઠકો કરવા માટે દરેક વોર્ડના પ્રભારી પ્રમુખ મહામંત્રી તથા વોર્ડના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી તેમ ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના સંજય પંડ્યાની યાદી જણાવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!