કોરોનામાં ગભરાવું નહીં પરંતુ સાવચેતી રાખવા સાથે સમયસર રસીકરણ જરૂરી છે. ઉપરાંત સામાજિક દૂરી અને સેનીટાઇઝેશન અસરકારક ઉપાય છે તેમ જિલ્લા કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લા કોવિડ કોર કમિટીની બેઠકમાં જિલ્લા કલેક્ટરએ રસીકરણ ઉપર વિશેષ ભાર મુકી રાજ્ય સરકારે નિયત કરેલ માપદંડ મુજબ એકપણ વ્યક્તિ રસીથી વંચીત ના રહે તેની તકેદારી લેવા આરોગ્ય વિભાગને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. કોરોના તેમજ ઓમિક્રોનના સંક્રમણને અટકાવવા જિલ્લા વહિવટીતંત્ર પર્યાપ્ત પગલા લઇ રહ્યા છે. તેની છણાવટ કરી કલેક્ટરએ કહ્યું કે, લોકો પણ જાગૃત રહી કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તે પણ એટલું જ જરૂરી છે. સૌ નાગરિકો કોવિડ ગાઇડલાઇનનું પાલન કરી સુરક્ષિત રહે તેમજ પોતાના કુટુંબને સુરક્ષિત રાખે તે આજના સમયની જરૂરીયાત છે. કલેક્ટરએ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત રસીકરણ, ટેસ્ટીંગ, ટ્રીટમેન્ટ તથા કોરોના પ્રોટોકોલ સહિતની બાબતોની સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, નિવાસી અધિક કલેક્ટર એલ.બી. બાંભણિયા, સી.ડી.એચ.ઓ. ડો. મહેતા સહિત કોવિડ કોર કમિટીના સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews