જૂનાગઢમાં જાહેરમાં કચરો ઠાલવનારા આસામીઓને કોર્પોરેશન દ્વારા આકરો દંડ ફટકારવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મનપા જૂનાગઢના કમિશ્નર ડો. ઓમ પ્રકાશ અને ડેપ્યુટી કમિશ્નર ડી.જે. જાડેજાની સૂચના અને આસી. કમિશ્નર(ટેક્સ) અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશ ટોલિયાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ૧૭-૧-૨૦૨૫ના રોજ જૂનાગઢ શહેરના તમામ વિસ્તારમાંથી પાનના ગલા તેમજ જાહેરમાં કચરો ઠાલવનારા આસામીઓને ગંદકી કરવા સબબ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેમાં ૩૬,૮૦૦ જેવી રકમની વસુલાત કરવામાં આવેલ હતી. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા અગાઉ પણ અપીલ કરવામાં આવેલ અને ફરીથી અપીલ કરવામાં આવે છે કે ગંદકી અને કચરો જાહેરમાં કે રસ્તા ઉપર ફેંકવો નહિ ડસ્ટબિનમાં રાખવા તેમજ ડોર ટુ ડોર વાહનમાં જ સુકો ભીનો અલગ રાખી આપવા વિનંતી કરવામાં આવે છે.