આકાશમાંથી ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન સતત ૩ દિવસ પસાર થયું

0

આજે માનવી ર૧મી સદીમાં વિહાર કરે છે તેની સામે વિજ્ઞાનની ઉપલબ્ધીઓનો દર મિનિટે ઉપભોગ કરે છે. વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો ડગલેને પગલે કરે છે. ભારત જન વિજ્ઞાન જાથાનું દેશવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે તેમાં લોકોને આકાશ તરફ નજર કરવા પ્રેરાય તેના ભાગરૂપે રાજયમાં સતત ત્રણ દિવસ સુધી આકાશમાંથી ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન પસાર થતું નિહાળી લોકો રોમાંચિત થયા હતા. નરી આંખે નિહાળી મકરસંક્રાંતિ ઉજવણીનું સમાપન કર્યું હતું. રાજયમાં વિજ્ઞાન જાથાએ સ્પેશ શટલ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જાન્યુઆરી તા.૧૦મી વહેલી પરોઢે અને તા.૧ર અને તા.૧૪મી સાંજે સાડા સાત આસપાસ સ્પેશ શટલ આકાશમાંથી ઝડપથી પસાર થતું હતું તેની સાથે વિજ્ઞાનની હરણફાળ પ્રગતિની વાત કરી હતી. નરી આંખે ચળકાટ- તેજસ્વીતા સાથેનું શટલ નિહાળી લોકો રોમાંચિત થયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!