વિશ્વાસઘાત અને છેતરપીંડી કેસનાં આરોપીનો ટ્રાન્સફર વોરંટથી માંગરોળ પોલીસે કબ્જાે મેળવ્યો

0

જૂનાગઢ જિલ્લાના મેંદરડાના વેપારી એવા ફરિયાદી પ્રતિકભાઈ સવજીભાઈ હિરપરા પટેલને વિશ્વાસમાં લઈ, અલગ અલગ સમયે ઘઉંની ખરીદી કરી, ઘઉંના નીકળતા રૂા.૧૩,૬૧,૯૫૨/- વાયદાઓ કરી, નહીં આપી, વિશ્વાસઘાત છેતરપિંડીના ગુન્હામાં આરોપી દીપકભાઈ ઉર્ફ દિલીપભાઈ વલ્લભભાઈ કાળસરિયા પટેલ રહે.હડમતીયા-ગીર તા.તાલાલા હાલ રહે.અમદાવાદની ધરપકડ કરી, ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર મેળવેલ અને પોલીસ રિમાન્ડ પુર્ણ થતા, જેલ હવાલે કરવામાં આવેલ હતો. જે આરોપીનો માંગરોળ પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટથી કબજાે મેળવી, માંગરોળના છેતરપિંડી વિશ્વાસઘાતના ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ છે. જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા માતબર રકમના છેતરપિંડીના ગુન્હામાં પકડાયેલ આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી વિરૂદ્ધ અન્ય ગુન્હાઓ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવા સુચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ. મોરી સહિતના સ્ટાફની ટીમ દ્વારા આરોપી દીપકભાઈ ઉર્ફ દિલીપભાઈ વલ્લભભાઈ કાળસરિયા પટેલ રહે.હડમતીયા-ગીર તા.તાલાલા હાલ રહે.અમદાવાદની સઘન પૂછપરછ કરવામાં આવતા, આરોપી ભૂતકાળમાં સને ૨૦૧૨થી આજદિન સુધી અમદાવાદ, રાજકોટ, ગોંડલ, મોરબી, ટંકારા, જૂનાગઢ સહિતની કોર્ટમાં નેગોશિયબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ ૧૩૮ની ૧૬ જેટલી ફરિયાદો દાખલ થયેલ છે. જેમાં તે હાજર રહેતો નહીં હોય, ઉપરોકત નામદાર કોર્ટ દ્વારા પકડ વોરંટ ઇસ્યુ થયાની શક્યતા આધારે જિલ્લાના તથા બહારના રાજ્યમાં આરોપીની મોડ્‌સ ઓપરેન્ડી બાબતે જાણ કરવામાં આવેલ હતી. જેના આધારે મધ્યપ્રદેશના જાંબુઆ પોલીસ સ્ટેશન ખાતે પણ છેતરપીંડી વિશ્વાસઘાત નો ગુન્હો નોંધાયેલ હોય, મધ્યપ્રદેશ પોલીસ દ્વારા પણ ટ્રાન્સફર વોરન્ટ મેળવી, આરોપીનો કબજાે મેળવવા તજવીજ હાથ ધરેલ છે. પકડાયેલ આરોપી વિરૂદ્ધમાં હજુ પણ ઘણા ગુન્હાઓ ખુલવાની શક્યતા છે. પકડાયેલ આરોપી દિલીપભાઈ વલ્લભભાઈ પટેલનો હાલ માંગરોળ પોલીસ દ્વારા કબજાે મેળવી, ધરપકડ કરવામાં આવેલ છે. ત્યારબાદ મધ્યપ્રદેશ પોલીસ દ્વારા કબજાે મેળવવામાં આવશે. વધુ તપાસ માંગરોળ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.કે. ચાવડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!