જૂનાગઢ : સાંસદ રાજેશ ચુડાસમાનાં હસ્તે રેલ્વે યાત્રીકો માટેની સુવિધાનો થયો પ્રારંભ

0

રેલ્વે વિભાગ દ્વારા યાત્રીકોની સુવિધા માટે વધુ આધુનિક સેવાઓનાં લોકાર્પણનો કાર્યક્રમ જૂનાગઢ રેલ્વે સ્ટેશન ખાતે યોજવામાં આવ્યો હતો. જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાનાં હસ્તે યાત્રીકો માટે વાતાનુકુલીત સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેશી તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાનાં પુર્વ ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર ગીરીશભાઈ કોટેચા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ રેલ્વે સ્ટેશન ખાતે મહિલા યાત્રી તેમજ પુરૂષ યાત્રીઓ માટે વાતાનુકુલીત વેઈટીંગરૂમનું લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત વેરાવળ ખાતે પણ પ્રતિક્ષાલય અને પ્લેટફોર્મ નંબર ૧ ઉપર નવનિર્મિત લીપનું લોકાર્પણ થયું હતું.  જયારે માળીયા હટીના ખાતે દિવ્યાંગજન માટે શોૈચાલયની સુવિધા, સોમનાથ ખાતે કવર સેડ બેઠક વ્યવસ્થા તેમજ આદ્રી રોડ ઉપર આવેલ સ્ટેશન ખાતે દિવ્યાંગજન માટે શોૈચાલયની સુવિધા આ ઉપરાંત ચોરવાડ રોડ, લુસાળા અને વડાલ ખાતે પણ દિવ્યાંગજનો માટે શોૈચાલયની સુવિધાઓ વધારવામાં આવી છે. આ તકે રેલ્વે વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!