જૂનાગઢમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિતે કોંગ્રેસની રેલી યોજાઈ

0

‘તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા’ના જાેશીલા નારા સાથે દેશમાં આઝાદી લહેર ઉભી કરી આઝાદીની ચળવળ કરનાર ક્રાંતિકારી નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિએ જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોએ રેલીમાં જાેડાઈને નેતાજી સુભાષચંદ્ર બોઝની શૌર્યગાથાને યાદ કરી જૂનાગઢમાં તેમની કાયમ માટે સ્મૃતિ જળવાઈ રહે તે માટે બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવાની ઉગ્ર માંગ કરી છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા દેશની આઝાદી માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિ નિમિતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર કોંગ્રેસ ભવન ખાતે ધારાસભ્ય ભીખાભાઈ જાેષીના હસ્તે આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જાેડાઈને નારા લગાવી નેતાજી સુભાષચંદ્ર બોઝની વીરતાને કોટી કોટી નમન કર્યા હતા. આ રેલી મુખ્યમાર્ગો ઉપર ફરીને જૂનાગઢના શહીદ પાર્ક ખાતે રેલી પૂર્ણ થઈ હતી. દેશની આઝાદી માટે યોગદાન આપનાર નેતાજીની પ્રતિમા સ્ટેન્ડ ચોક વિસ્તારમાં મુકવાનો જૂનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવ રજૂ કરાશે. જાે આ પ્રસ્તાવ મંજુર ન થાય તો આંદોલન કરવાની શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલે ચીમકી આપી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!