જૂનાગઢ એસઓજીનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ જે.એમ. વાળા અને સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે જૂનાગઢ બિલખા રોડ, પાઠક નગરમાં રહેતા માલાબેન નવઘણભાઈ સલાટ તથા હેમાભાઈ લખમણભાઈ સલાટનાં કબ્જામાંથી વનસ્પતીજન્ય નશીલો પદાર્થ ગાંજાનો જથ્થો ૪,૦૪૭ કિ.ગ્રા. કિં. રૂા. ૪૦૪૭૦, મોબાઈલ નંગ-ર કિં. રૂા. રપ૦૦ મળી કુલ રૂા. ૪ર૯૭૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીસી એકટ કલમ ૮ (સી), ર૦ (બી), ર૯ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે સી ડીવીઝન પોલીસને સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસઓજીનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ જે.એમ. વાળા, એમ.જે. કોડીયાતર, એમ.વી. કુવાડીયા, સામતભાઈ બારીયા, દિપકભાઈ જાની, મજીદખાન પઠાણ, અનિરૂધ્ધસિંહ વાંક, બાબુભાઈ કોડીયાતર, ધર્મેશભાઈ વાઢેર, શાંતિબેન સીસોદીયા, જગદીશભાઈ ભાટુ વગેરે સ્ટાફ જાેડાયો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews