કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બી.આરએસના વિદ્યાર્થીઓ માટે ગ્રામસેવકની પોસ્ટ પોતાના ફિલ્ડને લગતા ક્ષેત્રમાં રોજગારી માટેની માત્ર એક જ તક હતી જેમાં હવે પોતાના ફિલ્ડને લગતી અનેક તકો ધરાવતા ઉચ્ચ અભ્યાસક્રમોનો સમાવેશ કરતા કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બી.આર.એસના વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે, સરકાર દ્વારા યોગ્ય ર્નિણય લેવામાં ન આવે તો આવનારા સમયમાં ઘેરા પ્રત્યાઘાતો પડશે તેવું જાેવામાં આવી રહ્યું છે. રાજ્યના પક્ષ-વિપક્ષ એમપી.એમએલએ દ્વારા પણ સબંધિત વિભાગના મંત્રીને આ બાબતે રજુઆત કરીને તા.૧૧/૧/૨૦૨૨નો પરિપત્ર રદ કરવાની માંગણી કરવામાં આવી છે તેમ છતાં સંબંધિત વિભાગ અને મંત્રી દ્વારા કોઇ સ્પષ્ટતા કરી નથી અને વિદ્યાર્થીઓની માંગણી સ્વીકારવા બાબતે આગળ આવ્યા નથી. વધુમાં ડિપ્લોમા-એપી એમએલએના વિદ્યાર્થીઓએ આ બાબતે જણાવ્યું હતું કે મધ્યમ,ગરીબ અને આદિવાસી ક્ષેત્રના વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બી.આર.એસમાં પ્રવેશ મેળવી રોજગારી મેળવવાના સ્વપ્ન જાેતા હોય છે અને તેમના માટે માત્ર ગ્રામસેવક પૂરતી જ તક રહેલી હતી અને છેલ્લા પાંચ વર્ષથી આ વિદ્યાર્થીઓ ગ્રામસેવક ભરતીની રાહ જાેઈ રહ્યા હતા ત્યારે અચાનક ઉચ્ચ ડિગ્રીઓનો સમાવેશ કરી ગરીબ,મધ્યમ અને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય કર્યો હોય એવું દેખાય આવે છે તેમજ જે નાની ડિગ્રીઓ માટે સીમિત તકો છે તેમના પર આ પ્રકારનો અન્યાય કરવો એ ખૂબ જ અસંવેદનશીલ ર્નિણય કહી શકાય,માટે સરકાર દ્વારા તારીખ ૧૧/૧/૨૦૨૨નો પરિપત્ર રદ નહિ કરવામાં આવે તો વિધાનસભા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે તેવું આવેદનપત્ર કૃષિ ડિપ્લોમા-બીઆરએસના વિદ્યાર્થીઓએ પાઠવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews