શ્રી અભિનવ વિદ્યા મંદિર ગીરગઢડા ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૨ની ઉજવણી શાનદાર રીતે થઈ હતી. કોરોના સંક્રમણની તકેદારીના ભાગરૂપે સમગ્ર આયોજન સંક્ષિપ્ત રખાયું હતું. આ કાર્યક્રમનાં અધ્યક્ષ યુવક મંડળ નાં પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ રહ્યા હતા. આ ઉપરાંત ઉપ પ્રમુખ નવીનભાઈ સોલંકી, એસ.વી.એસ. કન્વીનર નરેશભાઈ ઉપાધ્યાય, તાલુકા કક્ષાના કલા મહાકુંભના કન્વીનર રઘુભાઈ બારડ, આચાર્ય રત્નેશભાઈ જાેષી, નિર્ણાયક કામળીયા, શરદભાઈ પંડ્યા અને કલાગુરૂ પાયલબેન કાનાણીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી થઈ. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાનાં આચાર્ય રત્નેશભાઇ જાેષી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું અને પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું હતું. એસ.વી.એસ. કન્વીનર નરેશભાઈ ઉપાધ્યાયે પણ વિદ્યાર્થીઓને પોતાના પ્રેરક વક્તવ્યથી પ્રોત્સાહિત કર્યા. આ કાર્યક્રમનાં અધ્યક્ષ રાજેન્દ્રભાઈ પટેલે વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા બદલ શુભકામના આપી સારા અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપી. આ કાર્યક્રમમાં દિવંગત સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરજીને કલાગુરૂ પાયલબેન, સંગીતાબેન ચૌહાણ અને સારસ્વતમિત્ર સંજયભાઈ પરમાર દ્વારા સ્વરાંજલિ આપવામાં આવી. આ કાર્યક્રમને તાલુકા કન્વીનર રઘુભાઈ બારડ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત અભિનવ વિદ્યા મંદિર ગીરગઢડાની બહેનોના પરંપરાગત રાસ દ્વારા થઈ હતી. સાજીંદાઓમાં હાર્મોનિયમ ઉપર પ્રિન્સ મકવાણા, ઢોલક ઉપર કવન જાેષી, ગાયનમાં ઈશા અને મિત્તલ ડાભી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધનંજયભાઈ ભટ્ટે કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે જહેમત ઊઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews